વધુમાં વધુ નાગરિકોને આ યોજનાનો લાભ લેવા અનુરોધ

અમરેલી, તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) ભારત સરકાર દ્વારા નાગરિકોના નિરામય આરોગ્ય માટે આયુષ્યમાન કાર્ડ દ્વારા સ્વાસ્થ્ય સેવાઓના લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ૫,૭૧,૫૬૦ વ્યક્તિઓનાં આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. આ કાર્ડનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લાના આયુષ્યમાન કાર્ડ કાઢવાના બાકી હોય તેવા તમામ નાગરિકોને આ કાર્ડનો લાભ લેવા માટે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીએ અપીલ કરવામા આવી છે. જે કુટુંબની વાર્ષિક આવક રુ. ૦૪ લાખથી ઓછી અને સિનિયર સિટિઝનની આવક રુ. ૦૬ લાખથી ઓછી હોય તેવાં નાગરિકો આ કાર્ડ મેળવવા પાત્ર છે. આ કાર્ડ હેઠળ રુ.૦૫ લાખ સુધીનું કવચ આપવામાં આવે છે. કાર્ડ કઢાવવા માટે આધારકાર્ડ, રાશનકાર્ડ, આવકનો દાખલો લઈ નજીકના સરકારી દવાખાના કે કેન્દ્રનો સંપર્ક કરવા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જયેશ પટેલે એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી