અમરેલી, તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ (ગુરુવાર) ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષે તા.૧૫ સપ્ટેમ્બર થી તા.૨ ઓક્ટોબર સુધી "સ્વચ્છતા હી સેવા" અભિયાનનું આયોજન કરવામાં આવે છે. આ અભિયાનના ભાગરુપે અમરેલી જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેને અનુલક્ષીને જિલ્લા ગ્રામ વિકાસ અમરેલી સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ દ્વારા ગામ્યકક્ષાએ "સ્વચ્છતા હી સેવા" અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં સ્વચ્છતા હી સેવા રેલી, પ્રભાત ફેરી, કચરાના નિકાલની પ્રવૃત્તિઓ, જાહેર જગ્યાની સાફ-સફાઈ, ઘન અને ભીના કચરાને અલગ-અલગ કરવા માટે જાગૃત્તિ લાવવા પ્રચાર-પ્રસાર, સામૂહિક કમ્પોસ્ટ પીટ અને સોક પીટ માટે લાભાર્થી/જગ્યાની પસંદગી અને દરખાસ્ત મંજૂરીની પ્રક્રિયા, પ્લાસ્ટિક અને અજૈવિક કચરાના એકત્રિકરણની પ્રવૃત્તિઓ, શેગ્રીગેશન શેડનું ખાતમુહૂર્ત, સરપંચશ્રીઓ સાથે સંવાદ, જળાશયોની સ્વચ્છતા અને વૃક્ષારોપણના કાર્યક્રમ, સિંગલ યુઝ પ્લાસ્ટિકની આડઅસરો વિશે ચિત્ર, વકતૃત્વ સ્પર્ધા, ગંદકી અટકાવવા માટે ચિત્ર, વકતૃત્વ સ્પર્ધા વગેરે પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવશે, તેમ જિલ્લા ગ્રામ વિકાસ અમરેલીના

નિયામકશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

રીપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.