સરસ્વતી નદીમાં પાણી છોડાતા નાણા અને સરેલ ગામની 3500 વિઘા જમીનમાં પાણી ભરાયા.

  તાજેતરમાં ઉપરવાસમાં ભારે થી અતિભારે વરસાદના કારણે પાટણ સરસ્વતી ડેમ પાણીથી ભરાઈ જતા સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવ્યા હતા જે સરસ્વતી નદી સરેલ ગામના નજીકથી નીકળતી હોઈ ગામની ચારે બાજુ પાણી ફરી વળ્યાં છે.જ્યારે પશુઓના વાડાઓ તાબેલાઓ પાણીમાં ગરકાવ થઈ જતા ભારે મુશ્કેલીનો સામનો ગ્રામજનોને વેઠવાનો વારો આવ્યો.છે.નદીના પાણી નાણા અને સરેલ ગામની ખેતીની 3500 વિઘા જેટલી વાવેતર કરેલી જમીનોમા પાણી વળતા કાળાપાણીએ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.જેની રજુઆત નાણાં અને સરેલ ગામના ખેડૂતોએ હારિજ મામલતદાર અને પાટણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુવાત કરવામાં આવી છે.

હારિજ તાલુકા માંથી સરસ્વતી નદી પસાર થાય છે.જેમાં સરેલ ગામ નદીના કિનારે આવેલું છે.પણ વર્ષોથી નદીમાં પુર નહી આવવાથી ગામની બહાર પશુઓ માટે વાડાઓ અને વસ્તી વધારો થતાં મકાનો પણ બની ગયા છે.ત્યારે ચાલુ વર્ષના ચોમાસામાં ઉપરવાસમાં અતિભારે વરસાદ પડતા સરસ્વતી નદીમાં પણ પુર ની સ્થિતિ સર્જાતા દસ દિવસ પહેલા પણ ગામમાં પાણી ફરી વળ્યાં હતા.માંડ પાણી ઓછર્યા હતા ત્યારે બે દિવસ પહેલા સરસ્વતી ડેમ માંથી પાણી છોડવામાં આવતા સમગ્ર સરેલ ગામની ચારે બાજુ પાણી પાણી થઈ ગયા છે.પશુઓને બાંધવા માટેના તબેલાઓ અને વાડાઓમાં ઢીંચણ સમાં પાણી ફરતા થયા હતા ,પશુપાલકો પશુઓને છોડીને ઊંચાણ વાડા ખેતરોમાં લઈ જવામાં આવ્યા હતા.ગામના ગાંદરે થી ઢીંચણ સમા પાણીના વહેણ જઇ રહયા છે.હાઈસ્કૂલમાં સાતી સમાં પાણી ભરાયા હોવાથી શિક્ષણ કાર્ય પર માંથી અસર વર્તાઈ છે.પ્રાથમિક શાળાના દરવાજા આગળથી પાણી વહી રહ્યુ હોવાથી મોટા બાળકો જોખમ ખેડીને સ્કૂલે આવે છે.પણ સંખ્યા અડધી થઈ ગઈ છે નીચાણ વાડા વિસ્તારોમાં મકાનો ધરાવતા 20 થઈ 25 પરિવારોના મકાનો આગળ પાણી ભરાયા છે.જ્યારે સરસ્વતી નદીના પાણી ખેતરોમાં બેડની માફક ફેલાતા નાણાં ગામની એક હજાર વિઘા અને સરેલ ગામની 2500 વિઘામાં વાવેતર કરેલી જમીનોમાં પાણી ફરી વળ્યાં છે.કુલ 3500 વિઘા જમીનનો પાક નિષફળ જતા સરેલ ગામના અગ્રણી વાધાભાઈ ચૌધરી અને નાણાં ગામના ખેડૂતોએ નુકશાનનું વળતર આપવા અને ડેમમાં થી સરસ્વતી નદીમાં છોડેલું પાણી બંદ કરવા હારિજ મામલતદાર અને પાટણ જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.