ભાદર ડેમ ઓવર ફ્લો થતા ડેમ માંથી પાણી છોડવામાં આવતા ભાદર નદીમાં ઘોડા પૂર આવ્યુ હતું પૂર ને કારણે જેતપુર દેરડી રોડ ઉપર આવેલ બેઠી ધાબી નો પુલ ઉપર બે ફૂટ પાણી ફરી વળ્યા હતા જેમાં લોકો જીવના જોખમે પુલ ઉપર પસાર થતા હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.
જેતપુર થી દેરડી ગામ જવાનાં મુખ્ય પુલ અને રસ્તા ઉપર ભાદર નદીનાં પુરના પાણી વારંવાર ફરી વળેશે જેનાથી કલાકો માટે દેરડી તેમજ અન્ય 10 ગામોના લોકોને આવવા-જવાનો વાહન વ્યવહાર બંધ થઈ જાય છે. જેને લઈ ને અનેક લોકો નદીના બંને કાંઠે પુર ના પાણી ઓસરે તેની રાહ જોવી પડી છે બીજી તરફ સવારમાં લોકો જીવના જોખમે પુલ પરથી પસાર થતા જોવા મળ્યા હતા આ પુલ વારંવાર પાણીમાં ગરકાવ થતો હોય જેથી અહી પ્રશાસન દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે પરંતુ આજે સવારે કોઈ પણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત કે લોકોને અવરજવર કરવા માટેની વ્યવસ્થા બંધ કરવામાં આવી ન્હોતી જેથી લોકો જીવના જોખમે પુલ પરથી પસાર થતા જોવા મળ્યા હતા