કાર ચાલક તેમજ અન્ય શખ્સ નાસી છૂટયો: કાર સહિત રૂ.4,00,800 નો મુદ્દામાલ જપ્ત

જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામ પાસે જેતપુર તાલુકા પોલીસ પેટ્રોલિંગ માં હતી એ દરમિયાન શંકાસ્પદ હાલતમાં કાર પડેલ હોઈ જેની તલાશી લેતા વિદેશી દારુનો જથ્થો ભરેલ હોઈ મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની વિગતો મુજબ જેતપુરના દેવકી ગાલોળ ગામ પાસે તાલુકા પોલીસ કાફલા સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં મારુતિ સુઝુકી કંપની સ્વિફ્ટ કાર નં. જીજે 03 એફ ડી 7663 કારની તલાશી લેતા વિદેશી દારુ મળી આવ્યો હતો પોલીસે જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ નંગ 288 જેમની કિંમત રૂ.1,00,800 તેમજ સ્વિફ્ટ કાર જેમની કિંમત રૂ.3,00,00 સહિત કુલ મુદામાલ રૂપિયા,4,00,800 કબ્જે કર્યો હતો આ દરોડામાં કારચાલક જીઇબી ઓફીસના કંપાઉન્‍ડમાં ચાલાક કાર રેઢી મુકી અંધારામાં નાસી છૂટ્તા જેને દબોચી લેવા માટે તાલુકા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા