IRCTCએ તેજસ એક્સપ્રેસ અને વંદે ભારત ટ્રેન વચ્ચે મુસાફરો માટે સંભવિત હરીફાઈ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ટૂંક સમયમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે એક જ રૂટ પર વંદે ભારત ટ્રેન અને તેજસ એક્સપ્રેસ એક જ સમયે શરૂ કરવામાં આવશે.
આ બન્ને ટ્રેન એકજ રૂટ ઉપર શરૂ થતાં આર્થિક નુકશાન થઈ શકે છે.
IRCTCએ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બે પત્રોમાં કહ્યું હતું કે એકજ સમયની વાતને લઈ તેજસ એક્સપ્રેસ કે જે રેલવેની પ્રીમિયમ કોર્પોરેટ ટ્રેન છે તેને નુકશાન થશે
જો કે, IRCTC તરફથી હજુ સુધી સત્તાવાર રીતે આ બાબતે ટિપ્પણી કરી નથી. સૂત્રોએ જણાવ્યું કે IRCTCએ રેલવે બોર્ડને જાણ કરી છે કે તે જ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાથી તેજસ એક્સપ્રેસને પ્રતિકૂળ અસર થઈ શકે છે.
મુસાફરોની સંખ્યામાં સંભવિત નુકસાનના ડરથી, IRCTCએ રેલવેને કહ્યું છે કે તેણે ઘણા પ્રયત્નો કરીને અને ટ્રેનના ભાડા અને સેવાઓ બંનેમાં ફેરફાર કરીને ગ્રાહકોને આ ટ્રેન માટે તૈયાર કર્યા છે.
જ્યારે તેજસ એક્સપ્રેસ અમદાવાદથી સવારે 6:40 વાગ્યે ઉપડે છે અને સવારે 1:05 વાગ્યે મુંબઈ પહોંચે છે, બીજી દિશામાંથી તે મુંબઈ સેન્ટ્રલથી સવારે 3:45 વાગ્યે ઉપડે છે અને સવારે 10:10 વાગ્યે અમદાવાદ પહોંચે છે.
જ્યારે સૂચિત સમય મુજબ, નવી વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદથી સવારે 7:25 વાગ્યે ઉપડશે અને બપોરે 1:30 વાગ્યે મુંબઈ પહોંચશે. પરત ફરતી વખતે તે બપોરે 2:40 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને રાત્રે 9:05 વાગ્યે અમદાવાદ પહોંચશે.
બંને ટ્રેનો વચ્ચેનો તફાવત બંને દિશામાં 45 મિનિટથી 75 મિનિટનો હશે અને વંદે ભારત એક્સપ્રેસનો રન ટાઈમ પણ ઓછો હશે કારણ કે તેજસ એક્સપ્રેસની સરખામણીમાં બંને તરફથી લગભગ 6.25 થી 6.50 કલાકનો સમય લાગે છે.
જેના કારણે આ ટ્રેનને વધુ અસર થશે. IRCTCએ બે સંદેશાવ્યવહારમાં જણાવ્યું હતું કે પ્રદેશમાં સમાન સમય સાથે વંદે ભારત એક્સપ્રેસની રજૂઆત અને પહેલાથી જ ચાલી રહેલી તેજસ એક્સપ્રેસ સાથે સ્પર્ધા કરવાથી IR દ્વારા પ્રીમિયમ કોર્પોરેટ ટ્રેનની રજૂઆતનો હેતુ નિષ્ફળ જશે.
IRCTCએ રેલવે બોર્ડને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તેજસ એક્સપ્રેસ પહેલાથી જ ઓછી કિંમતની એસી ડબલ ડેકર અને તે જ રૂટ પર સુસ્થાપિત અને લોકપ્રિય કર્ણાવતી એક્સપ્રેસ સાથે સ્પર્ધા કરી રહી છે.