પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આજ તા.૧૫/૦૯/૨૦૨૨નાં રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પાલીતાણા,ઓમકારનગર, દિપુભાઇનાં ઘરની બાજુમાં આવેલ નાળા પાસે સ્ટ્રીટ લાઇટનાં અજવાળે જાહેરમાં અમુક ઇસમો ગંજીપતાના પાના-પૈસાથી હારજીતનો જુગાર રમતાં હોવાની માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો પાસેથી ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડ રૂ.૨૧,૫૯૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. તેઓની વિરૂધ્ધ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. 

આરોપીઓઃ-

 1. બટુકભાઇ પ્રાગજીભાઇ કોટડીયા ઉ.વ.૫૦ રહે.ગોરજીની વાડી પાસે,પાલીતાણા જી.ભાવનગર 

2. દીપુભાઇ જેન્તીભાઇ ચુડાસમા ઉ.વ.૪૨ રહે.ઉતાવળીનાં કાંઠે,પાલીતાણા જી.ભાવનગર 

3. ભાવેશભાઇ ધનજીભાઇ વડસડીયા ઉ.વ.૪૦ રહે.ઉતાવળીનાં કાંઠે,પાલીતાણા જી.ભાવનગર

4. અમીતભાઇ ઉર્ફે અબાભાઇ રાજુભાઇ પરમાર ઉ.વ.૩૦ રહે.ઓમકારનગર,પાલીતાણા જી.ભાવનગર 

5. દીનેશભાઇ છગનભાઇ બારૈયા ઉ.વ.૩૦ રહે.ગોરજીની વાડી,પાલીતાણા જી.ભાવનગર 

6. શાંતિભાઇ હનુભાઇ ખેંગાર ઉ.વ.૪૦ રહે.નાની શાક માર્કેટ,પાલીતાણા જી.ભાવનગર 

7. રોહીતભાઇ રમેશભાઇ મકવાણા ઉ.વ.૨૯ રહે ઓમકારનગર, પાલીતાણા જી. ભાવનગર                                                                      કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

                                                                                  પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, બીજલભાઇ કરમટીયા,શકિતસિંહ સરવૈયા,હરીચંદ્દસિંહ ગોહિલ.