ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર પ્રસ્થાપિત શ્રી બ્રહ્મચારી ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ,જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ની કચેરી જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે નેશનલ લેવલ સાયન્સ સેમિનાર 2022 નું આયોજન કરવા માં આવેલ છે જે ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાયલ દ્વારા સમગ્ર ભારત દેશ માં છેલ્લા 30 વર્ષ થી આ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે આ ચાલુ વર્ષે પ્રથમ જિલ્લા કક્ષા એ ત્યાર બાદ રાજ્ય કક્ષા અને ત્યાર બાદ રાષ્ટ્રીય કક્ષા એ યોજાશે વિજ્ઞાન અને ટેકનોલોજી ના ઉપયોગ વિદ્યાર્થીઓ દ્વારા વધુ ને વધુ જાગૃત થાય તેવા હેતુ થી આ સેમિનાર નું આયોજન કરવા માંઆવેલ છે જેમ ની થીમ *ટકાઉ માટે મૂળભૂત વિજ્ઞાન : પડકારો અને સંભાવનાઓ પર વકૃત્વ સ્પર્ધા રાખેલ છે તો જે વિદ્યાર્થીઓ ભાગ લેવો હોઈતે શાળા ના લેટર પેડ પર પોતાનું નામ લખી ઇમેઇલ :- bdcscjnd@gmail.com કે વોટ્સએપ પર 22 સપ્ટેમ્બર સુધી માં મોકલી આપશે ત્યાર બાદ જિલ્લા કક્ષા ને તારીખ આપવા માં આવશે આ સ્પર્ધામાંજેમા ધોરણ 8 થી 10 સુધી ના વિધાર્થીઓ ભાગ લઈ શકે છે જેમાં શાળા કક્ષાએ થી રજીટ્રેશન કરવા નું રહેશે (રજીટ્રેશન માટે અહીં આપેલ નંબર પર સંપર્ક કરી લિંક મોકલવા માં આવશે 94294 33449) તો જૂનાગઢ જિલ્લા માંથી વધુ ને વધુ વિધાર્થીઓ ભાગ લે તેવા પ્રયાસો કરવા માં આવી રહિયા છે તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ છે
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं