હલકી ગુણવત્તાનું ભોજન અને પાણીને લઇ એબીવીપીએ કર્યો વિરોધ
વીએનએસજીયુ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ઘેરાયેલી જ રહી છે. ત્યારે હાલમાં જ મેસ માટે પાસ કરાયેલા ટેન્ડર પર ફરી પ્રશ્નો ઉઠ્યા છે. એબીવીપીએ યુનિ.ની સમરસ બોય્સ હોસ્ટેલમાં ખુબ હલકી કક્ષાનું ભોજન અપાતું હોવાનું જણાવીને વિરોધ દર્શાવ્યો છે..
યુનિવર્સિટીમાં હાલ એબીવીપી જ સત્તામાં છે ત્યારે એબીવીપી દ્વારા જ કરાયેલો વિરોધ ઘણું સૂચવી જાય છે. હાલમાં જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મેસના ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું. જેમાં કોઈને ન પોસાઈ તેવા ભાવમાં ટેન્ડર અપાયું હોવાની ચર્ચા છે. ટેન્ડર પાસ થયાના બીજા જ મહિને ભોજનની ગુણવત્તા ખરાબ હોવાની વિદ્યાર્થીઓ દ્વારા બૂમ ઉઠી છે. ત્યારે એબીવીપીના જ કાર્યકર્તાઓએ જો આ સમસ્યાનો જલ્દી ઉકેલ નહિ લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.
શું છે સમસ્યા?
1) સમરસ બોય્ઝ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા ખરાબ
2) પીવાનું પાણી પણ ખરાબ ગુણવત્તા વાળું
3) વપરાશનું પાણી પણ પૂરતું મળતું નથી