આવેદનપત્રમાં કર્મચારીઓ દ્વારા જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી બંધારણની સમાન કામ સમાન વેતનની જોગવાઈનું ઉલ્લંઘન કરી અગિયાર માસ કરાર આધારિત ( કોન્ટ્રાક્ટ ) , આઉટસોર્સિંગ અને ફિક્સ પગાર જેવી નીતિઓ દ્વારા લાખો યુવાનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે એટલું ઓછું હોય એમ તારીખ 04/04/2010 થી વર્ગ 4 ની કાયમી ભરતી લાખો ગરીબોના આર્થિક સદ્ધર થવાના સપના પણ ચકનાચૂર કરી દીધા છે આ શોષણભરી અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપનારી નીતિઓ નાબુદ કરી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કરવાની વારંવાર રજુઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક કાર્યવાહી ન કરવામાં આવતા અમારા હક અને અધિકારો માટે લડત ચલાવતા “ ગુજરાત જનતા જાગૃતિ મંચ ” દ્વારા ગુજરાત સરકારની શોષણભરી નીતિઓના વિરોધમા તારીખ 17/09/2022 થી અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરવામાં આવી છે . જેને અમો સમર્થન આપીએ છીએ અને તારીખ : 17/09/2022 થી અમારી કામગીરી બંધ કરી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી રહ્યા છીએ એ આપની જાણ સારું