પોલીસ અધિક્ષકશ્રી હરેશભાઈ દુધાતની સુચના મુજબ પો.સબ.ઇન્સ. વી.આર.જાડેજા પેરોલ ફર્લો સ્કવોડના માણસોને જીલ્લાના ફરાર નાસતા ફરતા આરોપીઓને એક્શન પ્લાન બનાવી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.મુજબના ગુન્હાના કામે આરોપીઓ (1) મીઠીબેન ઉર્ફે ચન્નીબેન ડો/ઓ યુનશભાઇ જેડા (2) શાહીનબેન વા/ઓ ફરીદભાઇ ભટ્ટી બન્ને રહે.જુઠા, તા.સોજત, જી.પાલી (રાજસ્થાન) વાળી છેલ્લા 10 વર્ષથી ફરાર લીસ્ટેડ નાસતી ફરતી હોય જેથી મજકુર બન્ને મહિલા આરોપીઓને પકડી પાડવા સારૂ તપાસ હાથ ધરવામાં આવેલ. અને મહિલા આરોપીઓની તપાસમાં રાજસ્થાન રાજ્યમાં જવા માટે પોલીસ અધિક્ષક તરફથી જરૂરી મંજુરી મેળવવામાં આવેલ. ટેકનીકલ સોર્સ મારફતે મજકુર આરોપીઓના પરિવારના મોબાઇલ નંબર મેળવી સી.ડી.આર. મંગાવી તેનો અભ્યાસ કરી શંકાસ્પદ મોબાઇલ નંબરોના લોકેશન આધારે ગાંધીધામ (કચ્છ) મુકામે પેરોલ ફર્લો ની ટીમ દ્વારા તપાસ કરતા આરોપી નંબર-1 ના પતિ ગોપાલભાઇ પપ્પુજી નાયક મળી આવતા મજકુરને વિશ્વાસમાં લઇ આરોપીઓ બાબતે ઉંડાણપુર્વક પુછપરછ કરતા પોતાની પત્નિ મીઠીબેન તેમજ તેની સાળી શાહિનબેન બન્ને જણા હાલે રાજસ્થાન મુકામે રહેતા હોવાનુ જણાવતા તે બન્ને આરોપીઓને શોધી કાઢી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.મહિલા આરોપીઓમાં (1) બાનુબેન ઉર્ફે મીઠીબેન ઉર્ફે ચન્નીબેન ડો/ઓ યુનશભાઇ જેડા વા/ઓ ગોપાલભાઇ પપ્પુજી નાયક (ઉ.વ.29), રહે.જુઠા, તા.સોજત, જી.પાલી હાલ રહે. રહે.રાયપુર, બસ સ્ટેન્ડ પાસે, તેતાણીયા દરવાજા, તા.હરીપુર, જી.પાલી રાજસ્થાન, (ર) શાહીનબેન ડો/ઓ યુનશભાઇ જેડા વા/ઓ રમઝાનભાઇ મુસાભાઇ ખલીફા જાતે મુ.માન ઉ.વ.35,રહે.હાલ ઠીકરાણા, તા.બ્લાવર,જી.અજમેર, રાજસ્થાનને હસ્તગત કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસને સોંપેલ છે.