તા.૧૫મીએ નગરના મુખ્ય માર્ગો પર ફરનાર આ જાગૃત્તિ રેલીમાં શાળાની વિદ્યાર્થીનિઓ જોડાશે

અમરેલી, તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) સમાજસુધારકશ્રી રાજા રામ મોહનરાયની ૨૫૦મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર ભારતમાં કરવામાં આવી રહી છે, ત્યારે રાજા રામમોહનરાય પુસ્તકાલય ફાઉન્ડેશન, કલકત્તા અને સરકારી જિલ્લા પુસ્તકાલય, અમરેલીના સંયુક્ત ઉપક્રમે 

મહિલા સશક્તિકરણનો સંદેશ આપતી જાગૃત્તિ રેલીનું આયોજન અમરેલી ખાતે કરવામાં આવ્યું છે. આગામી તા.૧૫/૦૯/૨૦૨૨ને ગુરુવારના રોજ સવારે ૯:૦૦ વાગ્યે યોજાનાર આ રેલીનું પ્રસ્થાન જિલ્લા આયોજન અધિકારીશ્રી લલિત અમીન અને અમરેલી પ્રાંત અધિકારીશ્રી વી.એસ. દેસાઇ દ્વારા કરવામાં આવશે. મહિલા સશક્તિકરણનો સંદેશો આપતી આ રેલીમાં શાળાની વિદ્યાર્થીનિઓ જોડાશે. આ જાગૃત્તિ રેલી અમરેલીની રાજા સ્કુલ ઓફ આર્ટસથી શરુ થઇ કલેકટર કચેરી, નાગનાથ ચોક થઈ અમરેલી સરકારી જિલ્લા પુસ્તકાલય જશે, તેમ સરકારી જિલ્લા પુસ્તકાલય અમરેલીના જિલ્લા ગ્રંથપાલની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.