મોરબી: હળવદમાં વેગડવાવ રેલ્વે ફાટક નજીક રોડ પર ગેરજની દુકાને રીપેરીંગ કામ કરતી વેળાએ શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામે રહેતા સંજયભાઇ ગોરધનભાઇ મકવાણા (ઉ.વ.૩૫) ને ગત તા ૧૩-૦૯-૨૦૨૨ ના રોજ હળવદ વેગડવાવ રેલ્વે ફાટક નજીક રોડ ઉપર આવેલ ગેરજની દુકાને રીપેરીંગ કામ કરતા હતા તે દરમ્યાન એક ડમ્પર ગાડીને ઓઇલ ચેક કરતા હતા તે દરમ્યાન ડમ્પર પરથી પસાર થતા ઇલેક્ટ્રીક વાયર ડમ્પરને અડી જતા ઇલેક્ટ્રીક શોક લાગતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ