૧૪મી સપ્ટેમ્બરે સવારે ૬.૧૧ વાગ્યા સુધીમા અમરેલી શહેરમાં સૌથી વધુ ૨૨ મીમી વરસાદ વરસ્યો
---
અમરેલી તા.૧૪ સપ્ટેમ્બર,૨૦૨૨ (બુધવાર) અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ કુલ ૦૮ મી.મી વરસાદ નોંધાયો છે. ચાલુ સિઝનનો ૧૪મી સપ્ટેમ્બરે સવારે ૬.૧૧ વાગ્યાની સ્થિતિમાં કુલ સરેરાશ વરસાદ ૬૨૪ મી.મી.નોંધાયો છે. અમરેલી ચોવીસ કલાકમાં અમરેલી શહેરમાં ૨૨ એમ.એમ. વરસાદ નોંધાયો છે, જ્યારે જાફરાબાદમાં ૧૯ ખાંભામાં ૧૮ એમ.એમ, ધારીમાં ૧૧ એમ.એમ, રાજુલામાં ૦૭ એમ.એમ, બગસરામાં ૦૪ એમ.એમ, સાવરકુંડલામાં ૦૪ એમ.એમ, વડિયામાં ૦૨ એમ.એમ, બાબરામાં ૦૨ એમ.એમ, લીલીયામાં ૦૦ એમ.એમ, લાઠીમાં ૦૦ એમ.એમ. અને જિલ્લામાં સરેરાશન ૦૮ એમ.એમ. વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લામાં ચાલુ સિઝનમાં સવારે ૦૬.૧૧ વાગ્યાની સ્થિતિમાં સરેરાશ ૬૩૨ મી.મી.વરસાદ નોંધાયો છે. જે કુલ વરસાદના ૯૪.૩૬ ટકા વરસાદ નોંધાયો છે.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી,