તા .૧૪ / ૦૯ / ૨૦૨૨ રાધનપુર પોલીસ સ્ટેશનના સીનાડ દુરદર્શન કેન્દ્રમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી રાધનપુર પોલીસ મે.શ્રી જે.આર મોથલીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિજયકુમાર પટેલ સાહેબ પોલીસ અધિક્ષક પાટણ તથા શ્રી એચ.કે.વાધેલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી રાધનપુરનાઓ પાટણ જિલ્લામાં તથા પો.સ્ટે . વિસ્તારમાં ચોરીના બનતા બનાવો અટકાવવા તથા વણશોધાયેલ મિલ્કત સબંધી ગુનાના ભેદ ઉકેલી કાઢવા સારૂ કરેલ સુચના મુજબ અમો શ્રી એસ.એફ.ચાવડા પોલીસ ઇન્સપેક્ટર રાધનપુર નાઓ ગઇકાલ તા .૧૩ / ૯ / ૨૦૨૨ ના રોજ રાધનપુર પો.સ્ટે.ગુ.ર.નંબર -૧૧૨૧૭૦૨૭૨૨૦૯૩૯ ઇ.પી.કો કલમ -૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના ગુનાના કામે સિનાડ ગામે દુરદર્શન કેન્દ્રમાં થયેલ ચોરીના કામે અગલ અલગ ટીમો બનાવી ચોરીનો ભેદ ઉકેલી કાઢવા સારૂ પ્રેટ્રોલીંગમાં રવાના કરેલ જેમાં અ.પો.કોન્સ નિઝામખાન સુવાદખાન નાઓને મળેલ બાતમી હકીકત આધારે આ કામના ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા મુદ્દામાલ ભરવા ઉપયોગમાં લીધેલ વાહન સાથે કુલ -૪ ઇસમોને ચોરીના ઓરીજનલ મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે . પકડાયેલ આરોપીઓનુ નામ , સરનામુ : ( ૧ ) ઠાકોર મહેશભાઇ રામાભાઇ સક્તાભાઇ રહે.સિનાડ તા.રાધનપુર ( ૨ ) રબારી રધુભાઇ પુનાભાઇ હેમરાજભાઇ રહે.સિનાડ તા.રાધનપુર ( ૩ ) પરકરા દશરથભાઇ ઉર્ફે કચો ભવાનભાઇ રહે.સિનાડ તા.રાધનપુર ( ૪ ) ભરવાડ અંકિતભાઇ અજયભાઇ રહે અમદાવાદ ( ચોરીનો મુદ્દામાલ વેચાણ રાખી ભરવા આવેલ ) કબ્જે કરેલ મુદ્દામાલ : ( ૧ ) ઓરીજલ કેબલ વાયરરોલ -૧ તથા છોલેલ વાયર તથા કોપર પટ્ટીઓ તથા પંખો તથા બેટરી તથા વાયરના નાના - નાના ધૂંચળા તથા અલગ - અલગ ટુલ્સ - કિ.રૂ . ૧,૧૫૩૬૨ ( ૨ ) ગુનામાં વપરાયેલ ગાડી સફારી નંબર - જી.જે.૧.એચ.પી .૮૬૫૨ કિ.રૂ .૩,૦૦૦૦૦ / ( ૩ ) મોબાઇલ નંગ ૪ કિ.રૂ .૨૦,૦૦૦ / - કુલ કિ.રૂ .૪,૩૫૩૬૨ /