સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મીણાપુર ગામના વિઠ્ઠલભાઈ ધોળકિયા તા.10-9 થી ગુમ થતા પરિવાર દ્વારા ચુડા પોલીસ મથકે જાણકારી આપી અને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ તેમની કોઈ જાણકારી ન મળતા પરિવારમાં શોકની લાગણી સાથે ચુડા પોલીસને રજૂઆત કરી અને તપાસ કરવા માટેની રજૂઆત કરતા કેનાલ ઉપરથી તેમનું બાઈક અચાનક મળી આવ્યું હતું.ત્યારે પોલીસે વિઠ્ઠલભાઈ ધોળકિયાની લાશને શોધવા માટે કેનાલમાં બે કાંઠે પાણી વહેતું હોવા છતાં પણ કેનાલ ને આગળથી પાણી બંધ કરાવી અને લાશની શોધખોળ હાથ ધરાવી હતી. આમ છતાં પણ વિઠ્ઠલભાઈ ધોળકિયા ની લાશ કેનાલમાંથી ન મળી પરંતુ તેમનો મોબાઇલ મળી આવ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મીણાપુર ગામ ખાતે તારીખ 10 9 ના રોજ ઘરે કોઈને કહ્યા કાર્યા વગર વિઠ્ઠલભાઈ ધોળકિયા નામના વ્યક્તિ લાપતા થતા આખરે પરિવારજનોએ ચુડા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી અને વિઠ્ઠલભાઈ ધોળકિયા ગુમ થયા હોવાની જાણકારી પોલીસને આપી હતી ત્યારબાદ તેમની કોઈ ઘર ખબર ન મળવાના કારણે પરિવારજનોએ ચુડા પોલીસને વિઠ્ઠલભાઈ ધોળકિયાની શોધખોળ કરવા માટેની માંગણી કરવામાં આવેલ ત્યારે અચાનક જ કેનાલ ઉપર તેમનું બાઈક જોવા મળતા તાત્કાલિક અસરે ઘટના સ્થળે પહોંચી અને પોલીસ તંત્ર તેમજ નાયબ મામલતદાર અને સુરેન્દ્રનગર શહેરની ફાયર ફાઈટર ની ટીમો શોધખોળ માટે બોલાવવામાં આવી હતી.હાલમાં વરસાદ અને ચોમાસાની સિઝનને ધ્યાને લઈ અને કેનાલમાં બે કાંઠે પાણી વહેતું હોવાના કારણે લાશને શોધવી મુશ્કેલ હતી. આમ છતાં ઉપરથી કેનાલનું પાણી બંધ કરાવી અને વિઠ્ઠલભાઈ ધોળકિયાની તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને કેનાલ ને સાવ કોરીકાર્ડ કરવા છતાં પણ તેમનો મૃતદેહ મળ્યો ન હતો પરંતુ તેમનો કેનાલમાંથી મોબાઇલ મળી આવ્યો છે.પાણીના વહેણમાં લાશ આગળ ચાલી ગઈ હોવાનો હાલમાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે ત્યારે આ કેનાલ ઉપર મોટી માત્રામાં ગ્રામજનો તેમજ સરકારી અધિકારીઓ સહિતના ટોળેટોળા ઊંડી પડ્યા હતા ત્યારે હાલમાં હજુ સુધી વિઠ્ઠલભાઈ ધોળકિયાની લાશનો કોઈ પતો મળ્યો નથી આમ છતાં પણ હાલમાં પોલીસ તંત્ર અને નાયબ મામલતદારની ટીમો અને ફાયર ફાઈટરો હજુ પણ ડેડબોડીને શોધી રહ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.