કાર્યવાહી : વિજિલન્સ ના દરોડા બાદ PI સહિત 6 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
પૂર્વ કચ્છના ભચાઉ પાસેના લોધેશ્વર વિસ્તારમાંથી ગત તા.8ની પૂર્વ મધ્ય રાત્રીએ સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા દારૂની કંટિંગ વેળાએ દરોડો પાડીને રૂ. 4.36 લાખના દારૂના જથ્થા સાથે 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. ભચાઉના કુખ્યાત બુટલેગર અશોક મામાના દારૂ પર પડેલા વિજિલન્સના દરોડાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જે દરોડા બાદ ભચાઉ પોલીસના જવાબદાર કર્મીઓ ઉપર કાયદાકીય પગલાં ભરવમાં આવ્યા છે.આ મામલે ભચાઉના પીઆઇ કરંગીયા સહિત 6 પોલીસ કર્મચારીને પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર ભગડીયાએ સસ્પેન્ડ કરી દીધા છે.
સૂત્રો ના જણાવ્યા અનુસાર લોધેશ્વર વિસ્તારમાં પડેલા વિજિલન્સ ના દરોડામાં દારૂના મામલે જવાબદારીમાં આવતા ભચાઉના પીઆઇ. એસ. એન કરંગીયા, ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ ગોહિલ, સુરેશ રામ પીઠીયા, કોન્સ્ટેબલ અરવિંદ સિંહ સતુભા જાડેજા, અશોક પ્રહલાદ ઠાકોર અને અશોક ખીમજી ચૌહાણને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વાગડ વિસ્તારમાં નિરંકુશ બનેલી દારૂની બદીને ડામવા સુરક્ષા વિભાવ દ્વારા પડેલા દરોડા બાદ જવાબદાર પોલીસ કર્મીઓ ને સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેડા માં ખળભળાટ મચી જવા પામ્યો છે.
વિક્રમસિંહ ઠાકોર