દેડયાપાડાના કોકમ ગામ નજીક આઇસર ટેમ્પો કોતરમાં પડી જતા સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર આ કામના આઈસર ટેમ્પો ચાલક રતનલાલ હમેરલાલ જૈન રહે અંબિકાનગર સોસાયટી નવા બજાર કરજણ નાઓ પોતાના કપજાનો આઈસર ટેમ્પો ગાડી નંબર GJ 06 TT 5940 નંબરનો આઈસર ટેમ્પો લઈ ને ડેડીયાપાડા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ડેડીયાપાડા ના કોકમ ગામ નજીક મંદિર ફળિયા પાસે આવેલા ટેકરા ના વળાંક માં આવતા ટેમ્પો ટેકરા ઉપર ચડતી વખતે અચાનક ટેમ્પા નો એન્જિન બંધ થઈ જતા આઈસર ટેમ્પો રિવર્શ માં ડામર રોડની નીચે ઉતરી જતાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ડ્રાઇવર સ્ટેરીંગ છોડીને રોડ ની સાઈડ માં કુદી પડ્યો હતો અને આઇસર ટેમ્પો રોડ ની નીચે ઉતરી જતા કોતર માં આવેલી ખીણ માં પલ્ટી ખાઇ જતા આઇસર ટેમ્પોમાં ભરેલા માલસામાન તેમજ આઇસર ટેમ્પોમાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે સદર ઘટનાની જાણ ડેડીયાપાડા પોલીસ ને થતા ડેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને કાયદેસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે