પાટણ ની પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલનો જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભારે દબ દબો.
તારીખ 13 /9 /2022 ને મંગળવારના રોજ યુનિવર્સિટીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કક્ષાનો કલામહાકુંભ યોજાઈ ગયો . જેમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પાટણની પીપીજી એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ ની વિદ્યાર્થીની પ્રજાપતિ નિધિ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ , શાહ કાવ્યા નિબંધ સ્પર્ધામાં દ્વિતીય , પટણી દર્શના સર્જનાત્મક કામગીરીમાં બીજા સ્થાને તથા ગરબા સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવનાર ગરબાવૃંદ વીરવાની આયુષી, ઠક્કર માહી ,પ્રજાપતિ ધનવી ,પરમાર હિમાની, ત્રિવેદી ધરતી ,કલવાણી મેઘા ,ઠક્કર રુચિકા , વૈધ પ્રિયા,સોની સોનુ ,સોલંકી એન્જલ, દરજી વ્રીન્દા દરજી, ઠક્કર હની , દરજી હેલી, દરજી આયુષી ,સુથાર સલોની અને મકવાણા નિધિ ઉપરાંત સહાયક વૃંદમાં શ્રી ડાયાભાઈ એન .દેસાઈ, મેહુલ ઠાકોર ,નાયક ઓમ અને રાવલ યુગનો સમાવેશ થાય છે.
સમગ્ર કલામહાકુંભ ને દિપાવવા માટે શાળાના શિક્ષક શ્રી ડાયાભાઈ દેસાઈ , શ્રીમતી મનિષાબેન ખત્રી, શ્રીમતી પ્રજ્ઞાબેન નાયક શક્તિસિંહ રાજપુરોહિત, ઉપેન્દ્રભાઈ ગજ્જર તથા ઝેડ.એન. સોઢા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
NGES કેમ્પસ ના એક્ઝિક્યુટિવ ડાયરેકટર ડો. જે. એચ. પંચોલી સર , શાળાના આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવી પ્રદેશકક્ષાની સ્પર્ધા માટે ઉજવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.