નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી અંદાજે ૨,૪૪૨ ક્યુસેક પાણીના ઇનફ્લો સામે ૨ (બે) દરવાજા મારફત અંદાજે ૨,૪૪૨ ક્યુસેક પાણીનો આઉટફ્લો ------------
તા.૧૪ મી સપ્ટેમ્બરે બપોરે ૧:૦૦ કલાકે કરજણ ડેમની જળ સપાટી ૧૧૨.૫૬ મીટરે નોંધાઇ ------------
કરજણ જળાશયમાંથી સરેરાશ ૩૮૮ ક્યુસેક ડિસ્ચાર્જ પાણીના પ્રવાહની જાવકથી પ્રતિદિન ૭૨ હજાર યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન ------------ રાજપીપલા,બુધવાર :- કરજણ ડેમના કાર્યપાલક ઇજનેરશ્રીએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં જીતગઢ ગામ નજીક આવેલ કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તારમાં ૭૦ મી.મી. જેટલો વરસાદ નોંધાતા તા.૧૪ મી સપ્ટેમ્બર,૨૦૨૨ ને બુધવારના રોજ બપોરે ૧:૦૦ કલાકે ડેમની જળ સપાટી ૧૧૨.૫૬ મીટરે નોંધાઇ હતી. આજનું રુલ લેવલ જાળવવા કરજણ જળાશયમાંથી અંદાજે ૨,૪૪૨ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૨ (બે) દરવાજા મારફત હાલમાં ૨,૪૪૨ ક્યુસેક પાણીની જાવક કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કરજણ જળાશયમાંથી સરેરાશ ૩૮૮ ક્યુસેક ડિસ્ચાર્જ પાણીના પ્રવાહની જાવકથી પ્રતિદિન ૭૨ હજાર યુનિટનું વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. કરજણ ડેમ હાલમાં ૮૦ ટકા સ્ટેજ પર હોઈ તથા ડેમમાંથી છોડાઇ રહેલા પાણીના કારણે નદી કાંઠાના વિસ્તારોના રાજપીપલા શહેર, ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર અને ધમણાછા ગમોના લોકો/રહીશોને નદી કિનારાથી દૂર રહેવા અને પશુધનને દૂર રાખવા સાથે સાવધ રહેવા માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યાં છે. ૦૦૦૦