ફતેપુરાના સલરા ગામે બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં રાત્રી દરમિયાન તસ્કરોએ લાઇટ કાપી બેન્કના સીસીટીવી કેમેરાઓ પર કાળા રંગનો કલર સ્પ્રે છાંટી દીધો હતો.અને દરવાજાના તાળા તોડી બેન્કમાં પ્રવેશ કર્યો હતો . અન્ય દરવાજાના તાળા તોડી એટીએમ પર પણ કલર સ્પ્રે કરી મેઇન લોકર તોડી રૂપિયાની ચોરીનો પ્રયાસ કર્યો હતો . મેઇન લોકરનો દરવાજો ખાલવા જતા સાયરન વાગતા તેને તોડવાનો પણ પ્રયાસ કર્યો પણ ન તૂટ્ના તસ્કરો બેન્કમાંથી નાસી છૂટ્યા હતા . સાયરન વાગતા નજીકના લોકો ભેગા થઇ ગયા હતાં . બનાવની જાણ સ્થાનિકો દ્વારા મેનેજરને કરાતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા . પોલીસ સ્થળ પર પહોચી જઇ તપાસ હાથ ધરી હતી .

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રાત્રી દરમિયાન સલરાની બેન્ક ઓફ બરોડામાં ચોર લોકોએ ચોરી માટે તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યાનો ફોન આવતા અમે લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા . સાયરનનો અવાજ સાંભળી ચોર ભાગી છૂટ્યા હતા . ચોરલોકોએ ચોરી માટે ડ્રીલ , કટર મશીન તેમજ આધુનિક સાધન સામગ્રીનો ઉપયોગ કર્યો હતો તે મુકીને નાસી જતાં મોટર સાયકલ સાથે મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે . બનાવ બનતા ઘટના સ્થળની એએસપી ગુર્જર સાહેબે પણ વિઝીટ કરી છે . > સી.બી.બરંડા , પી.એસ.આઇ , ફતેપુરા