આવતી કાલે એટલે કે 15 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા આ સ્પોર્ટ્સ કાર્નિવલમાં વિવિધ પ્રકારની રમતો, લાઈવ મ્યુઝિકલ ઇવેન્ટ, ફૂડ ફેસ્ટિવલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ચાર દિવસ યોજાનારા સ્પોર્ટ્સ કાર્નિવલમાં અમદાવાદીઓ કબડ્ડી, જુડો, મલખમ, સ્કેટિંગ, ફૂટબોલ વગેરે જેવી રમતો જોવાની મજા માણી શકશે. નેશનલ ગેમ્સ મેસકોર્ટ, ફૂડ કોર્ટ, સેલ્ફી પોઇન્ટ પણ ઊભો કરવામાં આવશે.

નેશનલ ગેમ્સ યોજાય એ પહેલાં ખેલાડીઓ પ્રોત્સાહિત તેમજ પ્રમોશન માટે પ્રીઇવેન્ટ તરીકે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે ચાર દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્નિવલમાં નામાંકિત કલાકારો દ્વારા ચાર દિવસ લાઈવ મ્યુઝિકલ પર્ફોર્મન્સ, સ્પોર્ટ્સ થીમ આધારિત પર્ફોર્મન્સ, વેસ્ટર્ન ડાન્સ પર્ફોર્મન્સ, વિવિધ રમતો, ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

સાંજે 5 વાગ્યાથી રાત્રે 8.30 વાગ્યા દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ કાર્નિવલમાં જવા લોકો માટે એન્ટ્રી ફ્રી રહેશે. 

સ્કૂલ-કોલેજ અને રાજ્ય લેવલે રમી ચૂકેલા વિવિધ ખેલાડીઓ કબડ્ડી, જુડો, મલખમ જેવી રમતોમાં ભાગ લેશે. યોગા, ઝુમ્બા, એરોબિક્સ વગેરે પણ પર્ફોર્મન્સ કરવામાં આવનાર છે.