ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ , ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ , કેફી ઔષધો , મન પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર , હેરા ફેરી , વેચાણ અટકાવવા ખાસ સ્પેશ્યલ ડ્રાઈવ ( ઝુંબેશ ) તા .૦૧ / ૦૯ / ૨૦૨૨ થી તા .૩૦ / ૦૯ / ૨૦૨૨ સુધીનું આયોજન કરવામાં આવેલ હોય , જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે . જે અનુસંધાને શ્રી અશોકકુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓની જરૂરી સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીના રસ્તે જતા અટકાવવા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપેલ હોય , એસ.ઓ.જી , ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની , તથા એસ ઓ જી . ટીમ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ , ટી.એસ . ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , બગસર ગામે માળ ગામની સીમ તરીકે ઓળખાતી સીમ વિસ્તારમાં ગોગનભાઇ રામજીભાઇ રહે.બગસરા , ગોકુલપરા , બાલમંદિર પાસે , તા , બગસરા , જિ.અમરેલીવાળા પોતાના કબ્જા ભોગવટાના વાડી ખેતરમાં ગેરકાયદેસર માદક પદાર્થ કપાસની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ છે તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે . પકડાયેલ આરોપી - ગોગનભાઇ રામભાઇ શેખ , ઉ.વ .૬૮ ધંધો.ખેતી રહેવાસી બગસરા , ગોકુલપરા , બાલમંદિર પાસે , તા.બગસરા , જિ.અમરેલી , કબ્જે કરેલ મુદ્દમાલ વનસ્પિત જન્ય લીલા ગોજાના છોડ નંગ -૬ વજન ૫ કિલો પ૦ ગ્રામ કિ.રૂા .૨૫,૨૫૦ / - તથા મોબાઇલ ફોન -૧ , કિ.રૂ .૫૦૦ / - મળી કુલ કિ. રૂ .૨૫,૭૫૦ / - ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે મજકુર ઈસમને વધુ તપાસ અર્થે બગસરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે . આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ . શ્રી ડી.વી.પ્રસાદ બગસરા પો.સ્ટે . , તથા એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની , તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા એક ઈસમને કપાસની આડમાં ગાંજાનાં છોડનાં વાવેતર સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા અમરેલી.