લાયન્સ ક્લબ ઉમરેઠ દ્વારા શિક્ષકદિન પ્રસંગે ઉમરેઠ શહેર અને આજુબાજુની શાળાઓના શિક્ષકો અને આચાર્યનું ટ્રોફી અને બુકે આપી સન્માન કરવામા આવ્યુ હતુ. તેમજ મેગા મેડિકલ કેમ્પમા સહયોગ આપનાર ભાલેજ જનરલ હોસ્પિટલના ફાઉન્ડર જુનેદ વ્હોરાનુ પણ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન ઇશ્વરભાઈ પટેલ, ઝોન ચેરમેન ઘનશ્યામભાઈ પરમાર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. પ્રમુખ બિજલબેન ગાભવાળાએ સ્વાગત પ્રવચન કરી રાકેશભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ વંદના કરી હતી. સન્માનીય શિક્ષકોએ પ્રતિભાવ આપતા લાયન્સ ક્લબની સેવાઓને બીરદાવિ હતી અને ક્લબનો આભાર માન્યો હતો. જૂનદ વ્હોરાએ ક્લબને સહયોગ આપવાની ખાત્રી આપી હતી. કાર્યક્રમનુ સંચાલન દિપકભાઈ શેઠે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કીરીટભાઈ ગાભવાળા, વિજયભાઈ ભટ્ટ, જગદિશભાઈ અગ્રવાલ, રમેશભાઈ રાણા, શાંતિલાલ રાણા, મનિષાબેન ગજ્જરે જહેમત ઊઠાવી કાયૅક્રમને સફળ બનાવ્યો હતો.