ઝાલોદ વિભાગના એએસપીના સમર્થનમાં ઉમટયો જનસેલાબ.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સ્થાનિક લોકો તેમજ આદિવાસી સમાજ દ્વારા ઝાલોદ ડિવિઝન ના ASP વિજયસિંહ ગુર્જર ને સમર્થન આપી SDM પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સ્થાનિક લોકો તેમજ આદિવાસી સમાજ દ્વારા ઝાલોદ ડિવિઝનના એક ઇમાનદાર,નીડર તથા કર્તવ્યનિષ્ઠ IPS અધિકારી વિજયસિંહ ગુર્જર નાઓના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યું.

વિજયસિંહ ગુર્જર ઝાલોદ ડીવીઝનમાં ASP તરીકે છેલ્લા એક વર્ષથી ફરજ બજાવે છે. તેમજ ASP વિજયસિંહ ગુર્જર ઝાલોદ મા આવ્યા પછી દારૂ સબંધી પ્રવૃત્તી, જુગાર, ઝગડા, દંગા બબાલ તથા મહીલાઓ સબંધી અપરાધોમાં ઘણો સુધારો આવ્યો છે. દારૂ તથા અન્ય માદક પર્દાર્થોની હેરાફેરી જેવી પ્રવૃતીઓ પર ઘણુ નિયંત્રણ છે. અપરાધ પર નિયંત્રણ તથા ગુન્હેગારોને સુધારી આ ASP સાહેબે ઘણા સારા કાર્યો કર્યા છે.જેના બધા નાગરીક આભારી છે અને સાક્ષી પણ છે.

ASP વિજયસિંહ ગુર્જર જ્યારથી ઝાલોદ ડીવીઝનમાં આવ્યા છે ત્યારથી ગરીબો, આદીવાસી તથા અન્ય પીડીત લોકો સાથે પોલીસ સ્ટેશનમાં તથા એ.એસ.પી ઓફીસમાં ઘણો સારો વ્યવહાર થવા લાગ્યો છે અને તેમના પ્રયત્નોના કારણે પોલીસ અને આમ જનતા વચ્ચે જે અંતર હતું તે પણ દુર થયેલ છે અને મિત્રતતાની ભાવના કેળવાયી છે.

ASP વિજયસિંહ ગુર્જર ના કારણે દરેક વ્યક્તિ પોલીસ સ્ટેશન માં ઇજ્જતથી બેસીને પોતાની વાત કરી શકે છે. સામાન્ય નાગરીક માટે ઘણા સારા કાર્ય કર્યા છે. તેટલી જ ગુનેગારો માટે પોલીસ કડક થઇ છે. નાગરીકોના પોતાના અંગત તણાવ ઝગડા તથા વિવાદોને દૂર કરવા માટે પણ ASP વિજયસિંહ ગુર્જર વ્યક્તિગત રૂચી લઇ કાર્ય કરે છે. ગામડે - ગામડું દરેક વ્યક્તિને મળીને લોકોની સમસ્યાઓના સમાધાન માટે તેઓ હંમેશા સમર્પિત રહે છે. કોઇ પણ નાગરીક ASP ને ગમે તે સમયે કોઇ પણ જાતના ડર વગર ફોન કરી શકે છે અને પોતાની સમસ્યા કોઇપણ જાતના ડર વગર જણાવી શકે છે અને લોકોને મદદરૂપ થવા માટે તેઓ હંમેશા તૈયાર હોય છે.

ઝાલોદ પોલીસ ગુનેગારો પ્રત્યેના સખ્ત વલણથી ગુનેગારો ઘણા પરેશાન છે. અને કાયદામાં રહેનારા લોકો ASP વિજયસિંહ ગુર્જર થી પ્રભાવીત છે.

તેઓના કાર્ય વિસ્તારમાં હુલ્લડ-કે તોફાનો થયા નથી .રામનવમી,હોળી વિશ્વ આદીવાસી દિવસ તિરંગા યાત્રા ,મોહરમ ,ઇદ,તથા ગણપતિ મહોત્સવ જેવા તહેવારોમાં ASP વિજયસિંહ ગુર્જર પોતે હાજર રહીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સારી બનાવી રાખવાના તમામ પ્રયત્નો કરે છે.

તારીખ ૦૯/૦૯/૨૦૨૨ ના ગણપતિ વિસર્જનમા પણ ASP વિજયસિંહ ગુર્જરની તત્તપર્તતા તથા નિયંત્રણના કારણે એક મોટો બનાવ બનતો અટકી ગયો છે. તે સમય તથા પરિસ્થિતીને જોતા ASP દ્વારા જે કાર્યવાહી કરી છે તે યોગ્ય હતી. તેમ છતા કેટલાક લોકો બિનજરૂરી તેમનો વિરોધ્ધ કરી અને તેમની વિરુદ્ધ નું વાતાવરણ ઉભુ કર્યું તે ખરેખર ખોટુ છે. તેમજ દારૂ-જુગાર જેવી પ્રવૃતીઓ નિયંત્રણ માં આવતા ASP વિરૂધ્ધમાં ખોટી રીતે દ્વેષભાવ રાખ્યો તે અયોગ્ય છે.

ASP વિજયસિંહ ગુર્જર જેવા અધિકારીની ઝાલોદમાં પોસ્ટીંગ છે. અમારા વિસ્તારના બધા લોકો માટે ગર્વની વાત છે,અમે બધા આવા મહેનતુ,ઇમાનદાર,કર્તવ્યનિષ્ઠ તથા વિનમ્ર અધિકારીના સહયોગ તથા સમર્થનમાં છીએ તેવું લોકોએ જય હિંદ સાથે લેખિતમાં આવેદન પત્રમાં જણાવ્યું હતું.