જીલ્લા મેજી , શ્રી ગૌરાંગ મકવાણા સાહેબ તથા શ્રી હીમકરસિંહ સાહેબ , પોલીસ અધિક્ષક , અમરેલીનાઓ દ્વારા જીલ્લામાં જમીન પચાવી પાડવાના ગુન્હાને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય અને ડુંગર ગામની સર્વે નં ૩૬ પૈકી ૧ ની જમીન ડુંગર ગામના રહીશ ઇકબાલભાઇ જમાલભાઇ ગાહાનાઓએ પચાવી પાડેલ જે સંબંધે જીલ્લા કલેકટર અને જેલ્લા મેજી સાહેબનાઓના અધ્યક્ષપણા હેઠળની ટીમ દ્વારા ગુજરાત જમીન પચાવવી પડવા પર ( પ્રતીબંધ ) અધીનીયમ ૦૨૦ હેઠળ કાર્યવાહી કરવા હુકમ કરતા ડુંગર પો.સ્ટેના પો.સ.ઇ. શ્રી વાય.પી.ગોહીલનાઓએ ફરીયાદી શ્રી દિનેશભાઇ લાલજીભાઇ કાકલોતર રહે.મુળ ડુંગર હાલ રહે.મુંબઇનાઓની ફરીયાદ આધારે ડુંગર પો.સ્ટે B પાર્ટ ગુ .૨.૧.૨૬૯ / ૨૦૨૨ ગુજરાત જમીન પચાવવી પડવા પર ( પ્રતીબંધ ) અધીનીયમ ૨૦૨૦ ની કલમ ૪ ( ૩ ) , ૫ ( ગ ) , મુજબનો ગોન્હો નોંધેલ છે જે ગુંહાની તપાસ નાયબ પોલીસ અધીક્ષક સાવરકુંડલા વીભાગ , સાવરકુંડલાના શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓ ચલાવી રહેલ છે અને આરોપીને શોધવા માટે ખાસ ટીમની રચના કરી ગણતરીની કલાકોમા આરોપી ઇકબાલભાઇ જમાલભાઇ ગાહાને પકડી પાડેલ છે સદર કામગીરીથી જમીન પચાવી પાડનાર અને અસામાજીક પ્રવ્રુતી કરનાર ઇસમોમા ફફડાટ વ્યાપેલ છે પકડાયેલ આરોપીની વિગત ઇકબાલભાઇ જમાલભાઇ ગાહા ઉ.વ .૪૬ ધંધો.ખેતી રહે ડુંગર તા.રાજુલા જી.અમરેલી આ કામગીરીમાં શ્રી વાય.પી.ગોહીલ પો.સ.ઇ. ડુંગરનાઓ તથા એ.એસ.આઇ દાદભાઇ ડવ તથા એ.એસ.આઇ કમલેશભાઇ વાઢેર તથા એ.એસ.આઇ એ.એ.ચાહાણ તથા પો.કો. કનુભાઇ મોભ વિગેરે પોલિસ સ્ટાફ જોડાયેલ હતા

રીપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી