પાવીજેતપુર,તા.૩૧
પાવીજેતપુર નજીક નાની રાસલી રોડ ઉપર આવેલ તબેલા માં બાતમી આધારે પોલીસે રેડ કરતા પાવીજેતપુર નગરના ૧૬ જેટલા નબીરાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. જ્યારે તબેલામાં જે જુગાર રમાડતા હતા તેવા ઈસમ ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર પોલીસને બાતમી મળી હતી કે પાવીજેતપુર થી નજીક નાની રાસલી પાસે આવેલા તબેલામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે જે બાતમી આધારે પોલીસે શનિવારે મોડી રાત્રે રેડ કરતા ૧૬ જેટલા પાવીજેતપુર નગરના જુગાર રમતા નબીરાઓને ઝડપી પાડ્યા હતા.
પાવીજેતપુરના તારાપુરના રહીશ હિમાંશુ કુમાર ઉર્ફે લાલાભાઇ સીરીસભાઇ અમીન પોતાના કબજાના તબેલામા આવેલ રૂમમા પતા પાના વડે પૈસા ની હાર જીતનો જુગાર રમાડી નાલ ઉઘરાવતા હતા. પોલીસ સ્થળ ઉપર પહોંચતા પોલીસને નિહાળી હિમાંશુ કુમાર અમીન સ્થળ છોડી ફરાર થઈ ગયા હતા. પોલીસે બૂમ કરી પીછો કર્યો હોવા છતાં ભાગવામાં તેઓ સફળ થયા હતા.
જ્યારે તબેલા ની બાજુમાં આવેલ ઓરડીમાં આઠ-આઠ ઈસમો બે કુંડાળાઓમાં મળી જુગાર રમાતો હતો જ્યાં પોલીસ પહોંચી ૧૬ જેટલા નગરના નબીરાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જેમાં ( ૧ ) સૌરભકુમાર પ્રકાશભાઈ અમીન ઉ.વ .૩૪ રહે.તારાપુર તા.પાવીજેતપુર ( ૨ ) વિશાલભાઈ હરીશભાઈ પટેલ ઉ.વ .૩૨ રહે.ઉમરવા પટેલ ફળીયા તા.પાવીજેતપુર ( ૩ ) વૈભવકુમાર રમેશભાઈ પટેલ ઉ.વ .૩૨ રહે . દાંડીયા બજાર તા.પાવીજેતપુર ( ૪ ) ભુપેંદ્રસિંહ સુરસીંહ સોલંકી ઉ.વ .૩૦ રહે . સ્વામી નારાયણ સોસાયટી તા.પાવીજેતપુર ( ૫ ) યશ અશ્વીનભાઈ સોની ઉ.વ .૨૫ રહે.મોટી બજાર જેતપુર ટાઉન ( ૬ ) મનોજકુમાર રણજીતસિંહ સોલંકી ઉ.વ .૩૧ રહે . મોટી બજાર પાવીજેતપુર ( ૭ ) ભાર્ગવ અરવિંદભાઈ પંચોલી ઉ.વ .૩૦ રહે . મોટી બજાર પાવીજેતપુર ( ૮ ) કેતનભાઈ બીપીનભાઈ પંચોલી ઉ.વ .૨૫ રહે.બેડા ફળીયા, પાવીજેતપુર ( ૯ ) પ્રગ્નેશકુમાર નટવરલાલ પંચાલ ઉ.વ. ૨૮ રહે . બેડા ફળીયા, પાવીજેતપુર ( ૧૦ ) ભાર્ગવ દેવેન્દ્રભાઈ દરજી ઉ.વ. ૨૫ રહે . ગરબડ દાસની ચાલી , પોલીસ સ્ટેશનની બાજુમાં ( ૧૧ ) નયનકુમાર મહેન્દ્રભાઈ સોની ઉ.વ .૨૦ રહે . મોટી બજાર જેતપુર ટાઉન ( ૧૨ ) મિત ચન્દ્રકાંત સોની ઉ.વ .૨૪ રહે . નાની બજાર, પાવીજેતપુર ( ૧૩ ) દીપકુમાર ઉર્ફે ટીન ટીન કમલેશભાઈ પંચાલ ઉ.વ .૨૩ રહે . દાંડીયા બજાર ( ૧૪ ) ગૌરવ ઉર્ફે ચીન્ટુ સુરેશચન્દ્ર શાહ ઉ.વ ૩૨ રહે . તીન બત્તી પાસે , જેતપુર પાવી ( ૧૫ ) આકાશકુમાર નીલેષકુમાર શાહ ઉ.વ. ૨૩ રહે . શેખ ફળયુ જેતપુર પાવી ( ૧૬ ) હર્ષ સંજયકુમાર શાહ ઉ.વ. રર રહે . નાની બજાર, પાવીજેતપુર ઓને દાવ ઉપર ના ૨૮,૦૦૦ / - , પક્ડાયેલ ઈસમના અંગ ઝડતીમાંથી મળી આવેલા રોકડ રૂપીયા ૪૦,૩૪૦ / - , મોબાઈલ ફોન નંગ ૧૪ જેની કુલ કિ.રૂ. ૨,૮૪,૦૦૦ / - તથા મો.સા નંગ ૦૭ જેની કિ.રૂ .૧,૭૫,૦૦૦ / - મળી કુલ કિ.રૂ .૫,૨૭,૩૮૦ / ના મુદામાલ સાથે ૧૬ જુગારીઓ ઝડપાઈ ગયા હતા. જ્યારે જુગાર રમાડતા હિમાંશુ કુમાર ઉર્ફે લાલાભાઇ અમીન ભાગી ગયા હતા. જે અંગે પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ જેતાવતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.