પ્રજાજનોની મૂળભૂત જરૂરિયાત સંતોષવાની દિશામાં જિલ્લામાં નોંધપાત્ર કામગીરી થઇ મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાએ જિલ્લા કક્ષાના કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, વિકાસ મોડેલને ચરિતાર્થ કરનાર ગુજરાતે તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ જારી રાખી છે. છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતે વિશ્વના ફલક ઉપર એક અલગ પ્રભાવ પાડ્યો છે. ગુજરાતની સાથોસાથ નર્મદા જિલ્લો પણ વિકાસની મુખ્યધારામાં આવી ગયો છે. બે દાયકા અગાઉના અને હાલના પ્રવર્તમાન સમયની સરખામણીએ જિલ્લાનો વિકાસ આંખે ઉડીને વળગે તે રીતની પ્રગતિ થઇ રહી છે. પ્રજાજનોની મૂળભૂત જરૂરિયાત સંતોષવાની દિશામાં જિલ્લામાં નોંધપાત્ર કામગીરી થઇ છે. છેવાડાના ગરીબ માણસોના પોતાના પાકા મકાનની છતનું સ્વપ્ન સાકાર કરવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતના સફળ સુકાની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્યું છે. તેમ પણ તેઓશ્રીએ ઉમેર્યું હતું.