મોટા આંબા ગામે નજીવી બાબતે મહિલા સાથે ગાળા ગારી કરી ગડદાપાટુનો માર મારતા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર રાજપીપલાના મોટા આંબા ગામના ફરિયાદી પારૂલબેન પિયુષભાઈ તડવી પોતાના ઘરેથી સ્કુલ તરફ જવા માટે નીકળ્યા હતા જે દરમિયાન ગામના સરપંચ ના ઘર નજીક આવતા આ કામના આરોપીઓ (1) રેખાબેન મુકેશભાઈ તડવી (2)નટવરભાઈ રણછોડભાઈ તડવી (3) રમીલાબેન નટવરભાઈ તડવી તથા (4) રસિકભાઈ મહેન્દ્રભાઈ નાઓએ ફરિયાદી પારૂલબેન તડવી ને ઉભા રાખીને ગમે તેમ ગાળો બોલીને જણાવેલ કે તું વધારે ભણેલી છે એટલે વધારે હોશિયાર છે તારી હોશિયારી તારા સમારીયામાં બતાવજે આ અમારો રસ્તો છે તારે આ રસ્તા પર આવવાનું નથી જો આવીશ તો તારા ટાંટિયા ભાગી નાખીશ તેમ કહીને ગમે તેમ ગાળો બોલીને ફરિયાદીને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ઘટના બનતાં આ કામના ફરિયાદી પારૂલબેન પિયુષભાઈ તડવી એ રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે સદર ઘટનાની જાણ રાજપીપળા પોલીસને થતાં રાજપીપળા પોલીસે ચારે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે