ભાલેજ પોલીસ સ્ટેશનના PSIનો વિદાય સમારંભ યોજાયો હતો.

 ભાલેજ પોલીસ સ્ટેશનમાં દોઢ વર્ષ સુધી ફરજ બજાવીને બહાદુર અને પ્રામાણિક PSI ની છબી જાળવી રાખતા PSI ઝાલા સાહેબની રીડર બ્રાન્ચ આણંદ SP ઓફિસમાં બદલી કરવામાં આવી હતી.

 ઝાલા સાહેબના વિદાય સમારંભમાં ઉમરેઠ ખંભોળજ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ તેમને ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન સાથે વિદાય આપી હતી જેમાં ભાલેજ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ, ભાલેજ ગામ જન આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.

 ઝાલા સાહેબને વિદાય આપતી વખતે સૌની આંખોમાં ભેજ જોવા મળ્યો.

અંતે ઝાલા સાહેબ દ્વારા સર્વ નું ધન્યવાદ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ ઇરફાન મલેક