હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી , પાટણ દ્વારા આયાજીત ટેબલ – ટેનિસ સ્પર્ધામાં મહિલા તેમજ પુરુષ વર્ગમાં પ્રમુખસ્વામી સાયન્સ & એચ.ડી. પટેલ આર્ટસ કૉલેજ, કડી ના યજમાન પદે યોજાઈ હતી .

 જેમાં શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કાંટ ની વિદ્યાર્થીની પરમાર વિશ્વા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવી સંસ્થા તેમજ કોલેજને ગૌરવ અપાવ્યું છે.

તથા સેકન્ડ સિંગલ્સ પુરુષ વર્ગમાં હિમાંશુ દુબે ફાઇનલ સુધી પહોંચી રનર અપ (બીજો ક્રમાંક) મેળવી સંસ્થા તેમજ કોલેજ પરિવારને ગૌરવ અપાવ્યું છે. અને પ્રથમ સિંગલ્સમાં પટણી પવન અંતિમ લીગ મેચમાં બધાને હરાવી સારુ પ્રદર્શન અંકિત કર્યું છે. તેથી સંસ્થાના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કે મિસ્ત્રી અને સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વિક્રમભાઈ શેઠ તેમજ કોલેજના પ્રિન્સિપાલ શ્રી જોગેશભાઈ ઠાકોર અને રમત-ગમતના P.T.I પ્રાધ્યાપક શ્રી લીલાભાઈ દેસાઈ તથા સંપૂર્ણ સ્ટાફગણ ત્રણે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને આશીર્વાદ પાઠવ્યા છે.