અમરેલી તથા ગીર સોમનાથ ના ૩૦ માછીમાર આગેવાનો ગાંધીનગરમાં તારીખ ૧૫ ના રોજ સરકારના વિવિધ વિભાગોના અગ્ર સચિવશ્રીઓને રૂબરૂ મળી, મૈખક રજૂઆત કરી આવેદનપત્ર આપવા જઇ રહેલ છે.

      વિગત એવી છે કે.. શિયાળબેટ ના જન્દુરભાઈ મેનશી ભાઈ બાલધિયા એ ૨૦૧૮ માં ગુજરાત હાઇકર્ટમાં રિટ પિટિશન દાખલ કરી સમગ્ર ગુજરાતના દરિયામાં ૧૦૮ મેડિકલ બોટ એમ્બ્યુલન્સ ૭ બોટ ચાલુ કરવા સરકાર ને આદેશ કરાવેલ છતાં નામ. ગુજરાત હાઇકોર્ટે હુકમના ૫ વર્ષ છતાં અમરેલી, ગીર સોમનાથ, વેરાવળના દરિયામાં બોટ એમ્બ્યુલન્સ ચાલુ થયેલ નથી આ મુદ્દે આરોગ્ય વિભાગ ગાંધીનગરમાં આવેદનપત્ર અપાશે તેમજ પાકિસ્તાન જેલ માં સબડી રહેલ માછીમારો ને છોડાવવા માંગણી નું આવેદન ફિશરીઝ વિભાગને અપાશે તેમજ ૨૦૧૫ માં અરવિંદભાઈ ખુમાણે ગુજરાત હાઇકર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરેલ કે..દરિયામાં પાણી વધવાથી રાજુલા ના ખેરા ગામે તથા જાફરાબાદ ના લાલબત્તી વિસ્તારમાં છેલ્લા નાકા સુધી જમીન ધોવાય છે, માછીમારો માટે જમીન નથી રહી તથા સૈયદ રાજપરા ગામે પ્રોટેક્શન દીવાલ તૂટી છે જેથી આ જગ્યાએ પ્રોટેક્શન વોલ દીવાલ બનાવવા ગુજરાત હાઇકોર્ટે હુકમ કરેલ છે. આ પ્રશ્ને નર્મદા અને કલ્પસર વિભાગ ગાંધીનગર ને આવેદનપત્ર આપશે. તેમજ જાફરાબાદના શિયાળબેટને માછીમાર બંદર જાહેર કરવા ફિશરીઝ વિભાગને આવેદન આપશે. તેમજ જાફરાબાદ ના ફિશરીઝ કચેરી માં સ્ટાફ ની કમીથી માછીમારો પરેશાન હોય આ મુદ્દે જેવા માછીમારોને લગતા અનેક મુદ્દે ગુજરાત સરકારના લાગુ વિભાગોના અગ્ર સચિવશ્રીઓ ની રૂબરૂ મુલાકાત લઈ, રૂબરૂ ચર્ચા કરી આવેદનપત્ર આપવામાં આવશે. સચિવો ની મુલાકાત માટે આગવથી પરમિશન પણ લેવામાં આવી છે. જે માટે દરિયાનો દાયરો કાનૂની સહાય કેન્દ્ર રાજુલા તથા ઉના દ્વારા માછીમારો ને કાનૂની મદદ અપાઈ રહેલ છે. તેમ શિયાળબેટ માછીમાર આગેવાન ચિથરભાઇ જોધાબાઈ બાલધિયા, જન્દુર ભાઈ મેનશીભાઈ બલધિયા, જાફરાબાદના કિશોરભાઈ રામજીભાઈ સોલંકી, સૈયદ રાજપરા ના ભરતભાઈ કામળિયાની તથા વકીલ અરવિંદભાઈ ખુમાણ ની અખબારી યાદી જણાવે છે.વધુ વિગત માટે સંપર્ક કરવો 8128321291 વકીલ અરવિંદભાઈ ખુમાણ દરિયાનો દાયરો કાનૂની સહાય કેન્દ્ર રાજુલા