સુરવો ડેમમાં પાણીની આવક વધતા એક દરવાજો ખોલાયો હતો.
રાત્રે ધોધમાર એક ઇંચ વરસ્યા બાદ બપોરે ફરી એક ઇંચ વરસાદ ખાબક્યો
વડિયા
સમગ્ર દેશમાં હવે ચોમાસુ વિદાઈ લઈ રહ્યું છે ત્યારે અંતિમ ઓવર માં મેઘરાજા ની છૂટીછવાઈ ધમાકેદાર ઇનિંગ સામે આવી રહી છે. અમરેલી ના વડિયા વિસ્તાર માં ભારે ઉકળાટ બાદ ગત રાત્રી મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. રાત્રે એક ઇંચ આસપાસ મેઘરાજા ની પધરામણી બાદ દિવસે બપોરના દોઢ વગ્યા થી ધોધમાર વરસાદ ચાલુ થતા વડિયાની બજારો પાણી પાણી જોવા મળી હતી. ચોમાસા ના અંત માં મેઘરાજા નુ આવુ ધમાકેદાર સ્વરૂપ જોઈ ને લોકોપણ અચુંભો પામ્યા હતા. તો બીજી બાજુ વડિયા વિસ્તાર ના ખેડૂતો ને કપાસ અને મગફળી ના પાક માં પાણીની જરૂરિયાત હોવાથી માંગ્યા મેં વરસ્યા જેવી ખુશી સર્જાઈ હતી તો સાથે વડિયાના જીવાદોરી સામાન સુરવો ડેમમાં પણ ઉપરવાસ માં ભારે વરસાદ થી પાણીની આવક થતા ચોમાસાના અંતમાં તે છલકાયો હતો અને વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તાર ને એલર્ટ કરી ને રાત્રીથી સુરવો ડેમના એક દરવાજા ને ખોલવામાં આવ્યો હતો.સમગ્ર રીતે ગત રાત્રી અને આજના બપોર સુધીમાં રાત્રી અને બપોરે એક એક ઇંચ એમ કૂલ બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.બે ઇંચ વરસાદ થી સમગ્ર વાડિયા પંથક માં ઠંડક પ્રસરતી જોવા મળી હતી.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી