મુંદરા,નગરમાં જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકજામ જોવા મળે છે, પણ ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલાતો નથી. ક્યાંય ટ્રાફિક પોલીસ પણ જોવા મળતી નથી તેવી ફરિયાદ ઊઠી હતી.' અદાણી પોર્ટ રોડ પાસે રાસાપીર સર્કલ પાસે દરરોજ સવાર તથા સાંજના બેથી ત્રણ કિલોમીટરની લાઈનો જોવા મળે છે, જેમાં 108ને પણ જવા દેતા નથી. આજે આદર્શ ટાવર પાસે રોડ પર એક ગાડીના કારણે ટ્રાફિકજામ થયો હતો. લોકો પૂછે છે કે, ટ્રાફિક પોલીસ ક્યાંય જોવા મળતી નથી. ડાકબંગલા પાસે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતાં નથી. નગરના રસ્તા પર ટ્રાફિકના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. નોકરી કે સ્કૂલમાં ટાઈમસર પહોંચી શકતા નથી તેવું જણાવાયું હતું. ભલેને સીકેએમ કન્યા વિદ્યાલયનો રોડ હોય કે મૈત્રી કોમ્પલેક્ષ પાસે તો દરરોજ દિવસમાં બે વખત ટ્રાફિક સર્જાય છે. નગરજનો પૂછી રહ્યા છે કે, તંત્ર ક્યારે જાગશે ? ભારે વરસાદ થયા બાદ રોડના ઠેકાણા નથી. ભલેને તાલુકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ થાય છે, પણ કામ ક્યાં થાય છે ? ખરાબ રસ્તાના કારણે ગાડીઓમાં પણ નુકસાની વેઠવી પડે છે એમ નગરજનો તથા જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું.'