આજરોજ તારાપુર ત્રિભુવનદાસ ફાઉન્ડેશન તારાપુર કેન્દ્ર ખાતે પોષણમેળાનું આયોજન કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું જેનો હેતું ખાસ કરીને ગામડામાં સ્ત્રીઓ અને કીશોરીઓમાં અને બાળકોમાં પોષણ માટેની જાગૃતિ લાવવા આયોજન કરવામાં આવ્યું હતું 

તારાપુર ત્રિભુવનદાસ ફાઉન્ડેશન કેન્દ્ર ખાતે પોષણમેળામાં ૩૫ થી ૪૦ સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેમાં ગામડાની જ બહેનો પોત પોતાની રીતે પોષક વાનગીઓ લઈને આવેલ જેનું નિદર્શન કરવામાં આવ્યું હતું જેમાં સરકાર દ્વારા પોષણને લગતા બે સ્ટોલ પણ રાખવામાં આવેલ જ્યાં પોષણને લગતી તમામ માહીતીઓ પુરી પાડવામાં આવી હતી આ પોષણ મેળામાં ગામડાની બહેનો સ્કુલોમાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. તારાપુર પોલીસનો પણ ખાસ બંદોબસ્ત રહ્યો હતો

આમ તારાપુર ત્રિભુવનદાસ ફાઉન્ડેશન કેન્દ્ર ખાતે ગામડાઓની સ્ત્રીઓએ પોષણમેળામાં વિવિધ પોષણ વાનગીઓના સ્ટોલ ખોલી ભાગ લીધો હતો આવેલ લાભાર્થીઓ બહેનો અને બાળકોએ જરૂરી કુપનો મેળવી પોષણ વાનગીઓ આરોગી હતી..