સિહોરમાં ગૌતમી નદી પર રિવર ફ્રન્ટ બને તો શહેરીજનોને રમણિય સ્થળ મળે રિવર ફ્રન્ટની સુવિધાથી સિહોરની યશકલગીમાં એક ઓર પીંછું ઉમેરાશે ગૌતમ ત્રકષિના નામ પરથી ગૌતમી નદીનું અનેક રીતે મહત્વ : તંત્ર દ્વારા જરૂર છે સક્રિય પ્રયાસોની સિહોરએ દિવસે -દિવસે વધુને વધુ વિકસતું અને વિસ્તરતું જતું શહેર છે. એતિહાસિક અને ધાર્મિક દષ્ટિએ સિહોરનું એક અનેરું મહત્વ છે. સિહોરની એતિહાસિક જાહોજલાલી જવલંત હતી એના એતિહાસિક સ્થાપત્યો આજે પણ સિહોરના દેદીપ્યમાન ઇતિહાસની ઝાંખી કરાવે છે પરંતુ આજે દિવસે -દિવસે સિહોરનો એતિહાસિક વારસો ઝાંખો પડતો જતો હોય એવું લાગે છે અને સુવિધાની બાબતમાં પણ સિહોરનું તંત્ર ઊંઘતું હોય એવો લોકોને ભાસ થઇ રહ્યો છે. સિહોરમાં ગૌતમ ત્રકષિના નામ પરથી જેનું નામ રાખવામાં આવ્યું હતુ. સિહોરમાં મુકતેશ્વર મહાદેવ નજીક ગૌતમી નદીના પટ પર રિવર ફ્રન્ટ બનાવવાની લોકમાંગ પ્રબળ બની રહી છે. અમદાવાદમાં રિવર ફ્રન્ટ બનાવવાને કારણે લોકો માટે એ સન્ડે સ્પેશ્યલ બની ગયું. સિહોરમાં ગૌતમી નદીના તટ પર મુકતેશ્વર મહાદેવના મંદિરે ભાવિકો અને પ્રવાસીઓમાં સારું એવું આકર્ષણ જમાવ્યું છે. અહીં જ ગૌતમી નદીનો કિનારો છે. અહીંથી સિહોરી માતા, સિહોરના એતિહાસિક કિલ્લાનો અદભુત નજારો નિહાળી શકાય છે. જો અહીં ગૌતમી નદીના તટ પર ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ દ્વારા રિવર ફ્રન્ટ બનાવવામાં આવે તો આ સિહોરની યશ કલગીમાં એક ઓર પીછું ઉમેરાશે. આમેય તે સિહોરના મોટાભાગના સ્થળોની રોનક ઝંખવાતી જાય છે અને આ જ રોડ પર પ્રખ્યાત ગૌતમેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं