ગટરોના ગંદા પાણી ઉભરાતાં રોગચાળાના ભય.

હળવદ માં આવેલ રુક્ષમણી પાર્ક છેલ્લા ઘણા દિવસોથી ઉભરાતીગટરોના ગંદા પાણી ગ્રામજનો માટે આફત બન્યા છે. સોસાયટીમાં આવેલાં તમામ વિસ્તારમાં ગંદા પાણી વહી રહ્યાં છે જેના પગલે અવર જવર કરવામાં દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે જેના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. આ સમસ્યા અંગે ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવા છતાં તેનું નિરાકરણ નહીં આવતાં ઉભરાતી ગટરનાં ગંદા પાણીથી રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે.

હળવદ અનેક એવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય તેમ સોસાયટીમાં હેરાન પરેશાન થવું પડે છે તો રસ્તા સહિત પાણી અને લાઇટો તથા ઉભરાતી ગટરોની સમસ્યાનો સામનો પણ અનેક ગામના લોકો કરી રહ્યાં છે. તો શહેરમાં આવેલ રુક્ષમણી છેલ્લા ઘણા દિવસોથી ઉભરાતી ગટરો ગ્રામજનો માટે શીરદર્દ બની છે. ગામમાં આવેલાં તમામ વિસ્તારો તથા આંતરિક તેમજ મુખ્યમાર્ગો ઉપર ગટરના દુર્ગધ યુક્ત પાણી વહી રહ્યાં છે. જેના પગલે અવર જવર કરતાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને પણ દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે. ઘણા વિસ્તારમાં ગટરના ગંદા પાણીના તળાવ પણ સર્જાયાં છે. ગંદા પાણીના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી રહીશો પણ હેરાન પરેશાન થઇ રહ્યાં છે. આમ દુર્ગંધ યુક્ત પાણી વહેતું બંધ થાય અને ઉભરાતી ગટરની સમસ્યામાંથી છુટકારો મળે તે માટે તંત્ર સમક્ષ રજુઆતો કરવા છતાં તે અંગે કોઇ કામગીરી કરવામાં નહીં આવતાં હાલમાં સોસાયટી ના હોય રહીશો દુર્ગંધ યુક્ત પાણીની આસપાસ વસવાટ કરવાની નોબત આવી છે. સતત ઉભરાતી ગટરોના ગંદા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધતાં રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. આ સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેમજ ઉભરાતી ગટરોની સમસ્યાનો કાયમ માટે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવી છે.

રીપોર્ટર અમિતજી વિંધાણી હળવદ