ભુજ, રીયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કચ્છનું નામાંકિત ટાઈમ સ્ક્વેર પ્રોપર્ટીઝ પ્રા.લિ. દ્વારા ભુજમાં શ્રેષ્ઠ અને સુંદર નિર્માણ પામેલા `ધ વિલા'નું લોન્ચિંગ કરાયું હતું. કંપનીના બંને ડાયરેક્ટર્સ ચિરાગ કીર્તિભાઈ શાહ અને ભદ્રેશ ત્રિભોવનભાઈ મહેતાએ સમય સાથે રીયલ એસ્ટેટ અને પ્રોપર્ટીઝના વ્યવસાય ક્ષેત્રે પદાર્પણ કરી ભુજની આસપાસના વિસ્તારમાં બિઝનેશ ઓફીસીસ અને રહેણાકની સોસાયટી બનાવવાના વિશાળ અને સફળ પ્રોજેક્ટ આપ્યા છે. ભુજથી માત્ર 10 કિ.મી.ના અંતરે ભુજ-મુંદરા રોડ પર 3,00,000 સ્કે. યાર્ડમાં ડેવલપ થયેલા `ધ વિલા' પ્રોજેક્ટસનો કેજેમાં જર્મન ટેકનોલોજી અને ત્યાંના જ આર્કિટેક્ટ દ્વારા બનાવાયેલા સંપૂર્ણ સુવિધાસભર આધુનિક અને વિશાળ વિસ્તારમાં રહેણાક (વિલા'સ) બનાવાયા છે. `ટાઈમ સ્કવેર' કલબમાં 4 શ્યૂટ સાથેના લકઝરીયસ 41 રૂમ્સ, 150 સિટિંગ સાથેના રેસ્ટોરન્સ, 1000 લોકોની કેપેસીટી સાથેનો વૈભવી કોન્ફરન્સ હોલ, 12000 સ્કે. ફીટનો બેન્કવેટ હોલ, 1,80,000 સ્કે. ફૂટનો ઓપન વિશાળ પાર્ટી પ્લોટ, 9500 સ્કે. ફૂટનો ઝકુઝી બાથ સાથેનો સ્વિમિંગ પુલ, 4000 ફૂટનો ચિલ્ડ્રન પ્લે અરિયા, યોનેક્ષ બ્રાન્ડનો બેડમિન્ટન કોર્ટ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, કાર્ડ?રૂમ, બાસ્કેટ બોલ, બોક્ષ ક્રિકેટ, મિની ફૂટબોલ, સ્નૂકર, સ્કવોશ, બબોલીંગ એલી, ડિઝિટલ અને વર્ચ્યુઅલ ગેમ્સ, 3000 ફૂટનો લેટેસ્ટ ડિસ્કોથેક, 100 સિટિંગ સાથેનો સિનેમાનો આનંદ અહીં માણી શકાશે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं