મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કચ્છમાં સરકાર સામે વિરોધ દર્શાવવા અપાયેલા બંધના એલાનને પ્રતિસાદ મળ્યો હોવાનો પક્ષે એક યાદીમાં દાવો કર્યો હતો. ભુજ-ગાંધીધામ સહિતના' મથકોએ કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો બંધ કરાવવા નીકળ્યા હતા. જો કે,' ભુજમાં કેટલાક વેપારીઓએ દુકાનો બંધ રાખીને સમર્થન આપ્યું હતું. અલબત્ત વેપાર વ્યવસાય રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા.કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન તળે ભુજ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સાંકેતિક બંધની અસર જોવા મળી હતી. પ્રદેશ મહામંત્રી આદમભાઇ ચાકી, પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, ભુજ શહેર પ્રમુખ કિશોરદાન ગઢવી, પ્રવકતા ઘનશ્યામસિંહ ભાટી વગેરે આગેવાનોએ સવારે' ન્યૂ સ્ટેશન રોડ, સ્ટેશન રોડ, ભીડ બજાર વિસ્તાર, અનમ રિંગરોડ, વાણિયાવાડ, શરાફ બજાર, મહેરઅલી ચોક, છઠ્ઠીબારી રિંગ રોડ, તળાવ શેરી નાકા વિગેરે વિસ્તારોમાં વેપારી વર્ગની પાસે જઇ અને મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે સહકાર આપવાની વાત કરતાં ભુજ શહેરના મુખ્ય વ્યાપારી સંગઠનો, કાપડ એસોસિએશન, મોબાઇલ એસોસિએશન, લારી-ગલ્લાં એસોસિએશન, બુલિયન મર્ચન્ટ એસોસિએશન, વાણિયાવાડ વેપારી મંડળ,' છઠ્ઠીબારી વેપારી મંડળ?વિગેરે મંડળોએ' સહકાર આપ્યો હતો. કોંગ્રેસી આગેવાનોની માગણીને દુકાનદારો-વેપારીઓએ વધાવી અને સહકાર આપ્યો હતો તેવો દાવો યાદીમાં કરવામાં આવ્યો હતો. ગાંધીધામ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના બંધના એલાનને' પગલે આજે અહીં ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને મહિલા અત્યાચારના મુદ્દે ગુજરાત બંધના એલાનને સફળતા અપાવવા વેપારીઓનો સંપર્ક કરાયો હતો. શહેરના અનેક વેપારીઓએ પોતાનાં કામ ધંધા આંશિક બંધ રાખીને સહકાર આપ્યો' હોવાનું કોંગ્રેસની એક યાદીમાં જણાવાયું છે. કોંગ્રેસે સૌનો આભાર પ્રગટ કર્યો હતો. જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ સંજયભાઇ ગાંધી, તાલુકા પ્રમુખ ગનીભાઇ માંજોઠી, માજી ધારાસભ્ય વાલજીભાઇ દનિચા, નરેશભાઇ પહેલવાન, શેરબાનુ ખલીફા, અમૃતા દાસગુપ્તા વગેરે અગ્રણીઓ, કાર્યકરો જોડાયા હતા. નખત્રાણા : અહીં મોંઘવારી વિરુદ્ધ વેપારીઓએ મહદ્અંશે બંધ પાળ્યો હતો. કોંગ્રેસના આગેવાનો દ્વારા વેપારીઓને બંધમાં જોડાવવા અપીલ કરતા નગરમાં અમુક દુકાનો બંધ રહી હતી. તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ મમુભાઇ આહીરે કહ્યું કે, ભાજપની સરકારમાં મોંઘવારીએ માઝા મૂકી છે.' વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જાકારો આપવા આહ્વાન કર્યું હતું.' રામદેવસિંહ જાડેજા, ડો. શાંતિલાલભાઇ સેંઘાણી, કેતન પાંચાણી, વિપક્ષી નેતા રમેશદાન ગઢવી, આદમ લાંગાય, ઓસ્માણભાઇ સુમરા, હરિભાઇ ચારણ, મંગલભાઇ મહેશ્વરી, વિશનજીભાઇ પાંચાણી, વેરશીભાઇ મહેશ્વરી સહિત કોંગ્રેસ કાર્યકરોએ ભાગ લીધો હતો.