દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી શંકરાચાર્ય સરસ્વતીનું 99 વર્ષની જૈફ વયે નિધન થઈ ગયું છે.
સ્વામી શંકરાચાર્ય સરસ્વતીના નિધનના પગલે ભક્તોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.
તેઓએ મધ્યપ્રદેશ સ્થિત નરસિંહપુર સ્થિત ઝોતેશ્વર પરમહંસી ગંગા આશ્રમમાં રવિવારે બપોરે 3-30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હોવાની વિગતો જાણવા મળી છે.
લાંબા સમયથી બીમાર હતા. હાલમાં જ 2 સપ્ટેમ્બરે તેમને પોતાનો 99મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેઓ દ્વારકાના શારદા પીઠ અને જ્યોર્તિમઠ બદ્રીનાથના શંકરાચાર્ય હતા. શંકરાચાર્યએ રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ લડી હતી. આઝાદીના આંદોલનમાં પણ તેમને ભાગ લીધો હતો.
સ્વરૂપાનંદને હિન્દુઓના સૌથી મોટા ધર્મગુરૂ માનવામાં આવતા હતા. જાણકારી પ્રમાણે તેમણે પોતાના આશ્રમમાં બપોરે 3 કલાકે અંતિમ શ્વાસ લીધા છે. થોડા દિવસ પહેલા તેમનો 99મો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. 2 સપ્ટેમ્બર 1924માં તેમનો જન્મ થયો હતો. તેઓ દ્વારકા અને જ્યોતિર્મઠ પીછના શંકરાચાર્ય હતા.