કડી પંથકમાં શનિવારે બપોર બાદ એકાએક પવન અને વીજળી સાથે વરસાદ શરૂ થયો હતો. કડી તાલુકાના નાનીકડી વિસ્તારમાં ઉમિયા ધામ સોસાયટીમાં રહેતાં દર્શનભાઈ સુથારના સત પર એકાએક ધડાકા કડાકા ભેર વીજળી પડી હતી. જેમાં ઘરના ઉપર લગાવેલ એલિવેશન પ્લાસ્ટર તૂટી ગયું હતું અને તિરાડો પડી હતી. તેમજ ઘરના ધાબા ઉપર ખાડો પડી ગયો હતો અને ઉમિયાધામ સોસાયટીમાં વીજળી પડવાની ઘટનાથી અનેક ઘરોમાં પંખા, ટીવી જેવી ચીજવસ્તુઓને નુકસાન થયું હતું.