મહુધા શહેરમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા મોંઘવારીના વિરોધમાં બંધના એલાનને આંશિક સફળતા મળી હતી બસ સ્ટેશન વિસ્તાર નગરપાલિકા વિસ્તાર મહુધા ચોકડી તેમજ બજારની દુકાનો પણ બંધ રહી હતી સવારે ચાર કલાક માટે દુકાનો બંધ રાખી વેપારીઓએ પણ પોતાનું સમર્થન આપ્યું હતું ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકરોની અપીલને ધ્યાનમાં લઈને વેપારીઓએ આંશિક બંધમાં સહકાર આપ્યો હતો.

 મોંઘવારી ,બેરોજગારી તેમજ પ્રજાને લગતી સમસ્યાઓને ઉજાગર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા શનિવારના રોજ સવારે ૮:૦૦થી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

બંધ ને સફળ બનાવવા અને સાથ સહકાર આપવા માટે મહુધા ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે અપીલ કરી હતી. આ સમયે મહુધા શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરશાદ મલેક શકિતભાઈ, મહુધા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજય ભોજાણી, ખેડા જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ પ્રમુખ પ્રધયુમનસિહ, મહુધા યુથ કોંગ્રેસ પ્રમુખ મોહસીન ઈરાની, પાલિકાના સભ્ય ખિજ્જરખાન પઠાણ, સહિત મહુધા શહેર અને જિલ્લાના કાર્યકરો જોડાયા હતા તેમજ વેપારીઓ એ આંશિક બંધમાં સહયોગ આપ્યો હતો.