ધામન ઘોડા ગામના યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના ધામનઘોડા ગામના ફરિયાદી પ્રવીણભાઈ ગોવિંદભાઈ તડવી ના ભાઈ તિલકવાળા ગણપતિ વિસર્જન કરીને પરત ઘરે જતા હોય જે દરમિયાન આ કામના આરોપી દિનેશભાઈ નટુભાઈ તડવીએ ફરિયાદીના ભાઈને તિલકવાડા મેન બજારમાં ઊભો રાખી ગમે તેમ મા બહેન સમાન ગાળો બોલતા ફરિયાદીનો ભાઈ ઘરે જવા માટે નીકળતા ગોલા તલાવડી ગામ નજીક આરોપીએ ફરિયાદીના ભાઈ ને ઉભો રાખી પટ્ટા વડે માર મારી મા બહેન સમાન ગાળો બોલી હોવાથી ફરિયાદીનો ભાઈ ધામનગોડા ગામે જતો રહેતા આ કામના આરોપી દિનેશભાઈ નટુભાઈ તડવી હાથમાં ચપ્પુ લઇને ફરિયાદીના ઘરે આવી મા બહેન સમાન ગાળો બોલી ચપ્પુ વડે ફરિયાદીના ભાઈ ઉપર હુમલો કરતાં ફરિયાદીના ભાઈને હાથના ભાગે તથા પેટના ભાગે સાધારણ ઘસરકો વાગી જતા લોહી નીકળવા લાગેલ ઘટના બનતા સ્થળ ઉપર બૂમાબૂમ થતા નજીકમાંથી આસપાસના વિસ્તારના લોકો દોડી આવતા આરોપી જણાવેલ કે આજે તો બચી ગયો બીજી વખત લાગમાં આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી સ્થળ ઉપરથી જતો રહી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાના હથિયારબંધી ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હોવાની ઘટના બનતાં આ કામના ફરિયાદી પ્રવીણભાઈ ગોવિંદભાઈ તડવી એ તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે સદર ઘટનાની જાણ તિલકવાડા પોલીસને થતા પોલીસે ગુનો દાખલ કરીને આ આગળની કાર્યવાહી હાથ ધરી છે