મહેમદાવાદ શહેરમાં આવેલ સોકત મહોલ્લા વિસ્તારમાં " પીર હેતુ સૈયદ " ની દરગાહ પાસે લગભગ સાંજના સાડાપાંચ વાગ્યે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડતા લગભગ સોથી દોઢસો વર્ષ જૂનો ઘટાદાર લીમડો ધરાશાયી થતા ત્યાં રહેતા ઈમ્તિયાઝ ખાન પઠાણ જેઓની સફેદ ટોયોટા કોલિસ GJ-1HV738 સફેદ કલરની તેમજ
બીજી એક ફોરવીલર ગાડી વસીમભાઈ જેઓની સફેદ ફોરવીલર " મેક્સ ટોયેટો પીકપ ડાલુ " જેનો નંબર GJUU-1999 આંબે ફોરવીલર ગાડીઓ સફેદ કલરની આ ઘટાદાર લીમડો ધરાશાયી થતા દબાઈ ગઈ હતી
અને ભારે નુકસાન થયું હતું ત્યારબાદ આ વિસ્તારના લોકોએ ભારે જહેમત કરી ઘટાડાર લીમડાની લાંબી-લાંબી ડાળીઓ તેમજ લાકડા મશીનથી કાપી રસ્તો ખુલ્લો કરવા તેમજ દબાઈ ગયેલ બે ફોરવીલર ગાડીઓને બહાર કાઢવાની ભારે જહેમત સાથે કોશિશ કરવામાં આવી હતી.
સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.
રિપોર્ટ ઇરફાન મલેક