દેશમાં આત્મહત્યાના બનાવોમાં ઝડપથી વૃદ્ધિ થઇ રહી છે. આજના ફાસ્ટ જમાનામાં જેટલી સુવિધાઓ છે તેટલી જ તકલીફોમાં પણ વધારો થયો છે. તાજેતરમાં આત્મહત્યાનો એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં કાંકરિયા ઈકો ક્લબ પાસેના મોબાઇલ ટાવર પર એક યુવક ચડી ગયો હતો. પહેલા તો સૌ કોઇએ એવું જ વિચાર્યું કે આ શખ્સ દ્વારા કોઇ સ્ટન્ટ થઇ રહ્યો છે. પોતાની કોઇ માગણી મનાવવા માટે આ થઇ રહ્યું છે. પરંતુ જોત જોતામાં તેણે મોબાઈલ ટાવર પરથી પડતું મુકી સૌ કોઇને ચોંકાવી દીધા હતા. અમદાવાદના મણિનગર વિસ્તારમાં કાંકરિયા ઈકો ક્લબ પાસેના એક મોબાઈલ ટાવર પરથી એક યુવકે પડતું મુક્યું હતું, જેનો વિડીયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ યુવકનો આપઘાત કરતો વિડીયો વાયરલ થતા ઘટનાસ્થળ પર હાજર લોકોની ચીખો નીકળી ગઇ હતી. વિસ્તારથી વાત કરીએ તો, અમદાવાદના મણિનગરમાં એક યુવક મોબાઇલના ટાવર ઉપર ચડી ગયો હતો અને થોડી જ વારમાં ટાવર ઉપરથી નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. સાથોસાથ જાણવા મળ્યું છે કે, યુવકે આપઘાત કર્યો એ પહેલા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ કોઈ પગલા ભરે તે પહેલા જ યુવકે ટાવર પરથી ઝંપલાવી દીધું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, યુવકે જેવું પડતું મુક્યું કે તેનું મોત થયું હતું. સમગ્ર ઘટના જ્યારે બની ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. જે સમયે તે મોબાઈલ ટાવર પર ઉભો હતો ત્યારે ત્યા પોલિસ અને ફાયર વિભાગની ટીમ હાજર હતી. તેમણે આ યુવકને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો. વળી તેને ટાવર પરથી નીચે ઉતારવા નેટ જાળીનો ઉપયોગ કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, યુવકને લોકોએ ઘણું સમજાવ્યો છતાં નીચે ઉતર્યો નહીં અને આપઘાત કરી લીધો. આ ઘટના આશરે ભર બપોરના સમયે બની હતી. હિન્દી ફિલ્મની સ્ટાઈલથી યુવક આ મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો. વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, શખ્સ ગણતરીની સેકન્ડોમાં ટાવર ઉપરથી નીચે પડતું મુકે છે.