કોંગ્રેસે વધતી મોંઘવારીને લઇને આજે અડધો દિવસ બંધનું એલાન આપ્યું હતું. જેમાં હળવદમાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કોંગ્રેસના બંધના એલાનમાં હળવદ માં ના કેટલાક વેપારીઓ દુકાનું ખુલી હતી જોકે કોંગ્રેસ દ્વારા બંધ કરાવી હતી.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

 કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીને લઇને આજે અડધો દિવસ ગુજરાત બંધનું એલાન આપ્યું હતું. જેમાં હળવદ માં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ અંગે કોંગ્રેસ પ્રમુખ જણાવ્યું હતું કે, સરકારની પ્રજા વિરોધી નીતિઓને કારણે દેશ અને રાજ્યમાં ગરીબો મજૂરો, વેપારીઓ, મધ્યમવર્ગના લોકો, ખેડૂતો સહિતના લોકો પરેશાન થઇ ગયા છે. પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ હાલમાં આસમાને પહોચ્યા છે. લોકોને રાહત આપવાની જગ્યાએ અનાજ, ઘઉંનો લોટ, દૂધ, દહીં, માખણ, પનીર, ગોળ, મધ જેવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ઉપર જી.એસ.ટી લગાવીને લોકોને વધુ હેરાન કરવામાં આવી રહ્યા છે. જેથી પ્રજા વિરોધી નીતિ સામે આક્રોશ વ્યક્ત કરવા કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી શહેર અને જિલ્લાના મોટાભાગના વેપારીઓ જોડાઇને દુકાનો બંધ રાખી હતી. જોકે કેટલીક બજારો ખુલ્લી રહેતા મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બંધના એલાનને લઇને પ્રદેશ કોંગ્રેસ હેમાંગ રાવલ,હિમાંશુ ભટ્ટ, ડૉ કેએમ.રાણા ગોપાલ ભાઈ સહિતના આગેવાનો અને કાર્યકરો જુદાજુદા વિસ્તારમાં હાજર રહ્યાં હતા.

રીપોર્ટર અમિતજી વિંધાણી હળવદ