જંગલ વિસ્તાર, રેવન્યુ વિસ્તાર અને સેન્સેટિવ એરિયામાં

RFO સાથે સંકલનમાં રહી પેટ્રોલીંગ કરશે

જંગલ વિસ્તારના સિંહો અને ગિરનાર જંગલની સાચવણી

માટે હવે પોલીસનો સહારો લેવો પડ્યો છે. SRPની બે ટીમો

વન વિભાગ અને ગાંધીનગરના સંકલનમાં રહીને પોતાની

ફરજ બજાવશે.રાજકોટ અને ગોંડલથી એસઆરપીની ટીમ ગાંધીનગરથી

મોકલવામાં આવેલ છે. જે બંને ટીમો અમરેલી અને

જૂનાગઢના વન વિભાગની કામગીરી કરશે. આ બે ટીમો

અમરેલી અને જૂનાગઢના જંગલ વિસ્તારની જે સંવેદનશીલ

બોર્ડર વિસ્તારમાં છે જેમાં એસઆરપી જવાનો તેનાત

રહેશે. ફોરેસ્ટરના અધિકારીઓ સાથે રહી આ એસઆરપી

જવાનો વન વિભાગની કામગીરી કરશે. રેવન્યુ વિસ્તારથી

લઈ અને જંગલના વિસ્તારોમાં રહી વનકર્મીઓની ફરજ

એસઆરપીના જવાનો અદા કરશે તેવું જુનાગઢ વન વિભાગ

અધિકારીએ જણાવ્યું હતું.જુનાગઢ જીલ્લાના વન વિભાગનાં વનપાલ, વનરક્ષક

સહિતનાં કર્મચારીઓ ગ્રેડ-પે, રજાપગાર, પોલીસને

આપવામાં આવેલ લાભો જેવા લાભો વન વિભાગનાં

કર્મચારીઓને આપવા વિગેરે જેવી માંગણીઓ સાથે

અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. જુનાગઢ

જીલ્લાનાં વનકર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે. આ

કર્ચારીઓ હડતાળ પર ઉતરી જતા જીલ્લાનાં જંગલો,

ઘાંસની વીડીઓ, ગીર અભ્યારણ્યા રેઢા થઈ ગયા છે. ઝાડ

કટીંગ, જેવા બનાવો બનશે તો જવાબદાર કોણ તેવા સવાલો

ઉઠી રહ્યા છે. બીજી તરફ સિંહની સુરક્ષા પર પણ સવાલો

ઊભા થાય તેમ છે. વનક્રમીઓ દ્વારા પોતાની માંગણીઓને

લઈને આક્રમક મૂડમાં છે ત્યારે જંગલ સુરક્ષાનું કામ હવે

એસઆરપી કરવા જઈ રહી છે. સરકાર દ્વારા વનકર્મીઓનાં પ્રશ્નોનું સુખદ નિરાકરણ

લાવવાની જગ્યાએ જંગલો સાચવવા SRP સ્ટાફ ફાળવવા

લેટર ઈસ્યુ કરવામાં આવ્યો છે. સિંહ જંગલ માંથી બહાર

આવે,કોઈ જાનહાનિ થાય ,કુવામાં દીપડો પડી જાય કે, તો

એસઆરપી કાઢવા જશે એમ વનકર્મીઓ પુછી રહ્યાં છે.

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ