ધોળકા તાલુકાના કોઠ ગામ સ્થિત દેશનું એકમાત્ર મંદિર જ્યાં જમણી સૂંઢ સાથે વિરાજમાન, સ્વયંભૂ પ્રગટેલા એકદંત ગણેશજીના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણપતપુરા ખાતે વિઘ્નહરાય-દુંદાળા દેવ એવા ગજાનંદ ગણપતિનાં શ્રદ્ધાપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવવાનું સદભાગ્ય મળ્યું.
રિદ્ધિ સિદ્ધિના દેવતા તરીકે પ્રથમ પૂજનીય એવા દુઃખહર્તા-સુખકર્તા, અષ્ટવિનાયક શ્રી ગણેશજી આપ સર્વેની મનોકામના પરિપૂર્ણ કરે તેવી મંગલકારી પ્રાર્થના સહ આપ સૌને મારા જય ગણેશ🙏