માહી ગ્રુપના બાળસભ્ય દેવ કમલભાઈ ગોસલીયાનુ સન્માન કરવામાં આવ્યું
રાષ્ટ્ર સૃજન અભિયાન ના  રાષ્ટ્રીય અધ્યક્ષ  આંતરરાષ્ટ્રીય ચિંતક વિચારક  પ્રખર રાષ્ટ્રવાદી વકતા  ડો.  પ્રધુમનકુમાર સિંહા ન્યૂ દિલ્હી, રાષ્ટ્ર સૃજન અભિયાન  મહિલા અધ્યક્ષ ભારત, રાષ્ટ્રીય કાર્યકારીની સદસ્ય નેપાળ પ્રભારી ર્ડો ગીતા દેશપ્રીયા રાષ્ટ્ર સૃજન અભિયાન પેટ્રોન ડો સુરેશ ગાંધી,  મેજર માલદે  ઓડેદરા, માજીસૈનિક સંગઠન પ્રમુખ  પ્રતાપભાઈ  મહેર શક્તિ સેના સ્થાપક રાણાભાઇ ઓડેદરા, બખરલા સરપંચ અરસીભાઇ ખૂટી,  ઓડદરના  પૂર્વ સરપંચ રામભાઈ ઓડેદરા,
સત્યનારાયણ મંદિર ટ્રસ્ટી  ભરતભાઈ માખેચા,
પોરબંદરના જુદા-જુદા  મહિલા મંડળ  સંસ્થાના  પ્રમુખો,
આઝાદી કે દીવાને  માજી સૈનિક  અને રાષ્ટ્રવાદી લોકોના  સન્માન સમારોહમાં માહી ગ્રુપ પ્રમુખ કમલભાઈ ગોસલીયાના પુત્ર ચિ. દેવ
કે જેવો ચાર વર્ષની નાની ઉંમરથી જ તેના પપ્પા માહી ગ્રુપ પ્રમુખ કમલભાઈ ગોસલીયાની સાથે સેવાકાર્યોમાં જોડાય છે તેઓએ લંપી ગ્રસ્ત ગાયો માટે જૈન ધર્મના મહાનપર્વ પજુસણમાં આઠ દિવસના ઉપવાસ (અઠાઈ તપ) ની ઉગ્ર તપસ્યા પ્રભુ પ્રાર્થના પૂજા અર્ચના કરેલ અને આ આઠ દિવસ દરમિયાન જે કંઈ પુણ્ય મળે છે તે લંપી ગ્રસ્ત ગાયોને અર્પણ કરેલ અને તે જલ્દીથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરેલ..
આવા પુણ્યશાળી તપસ્વીને  મહાનુભાવો ની ઉપસ્થિતિમાં આશીર્વચન સહ સન્માન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું..
ચિ.દેવ એના આવનારા દિવસોમાં ખૂબ પ્રગતિ કરે અને રાષ્ટ્ર અને દેશ માટે એક મિશાલ કાયમ કરે એજ આશીર્વાદ આપ્યા હતા.