આખુ ગુજરાત હાલ કમાને ઓળખતુ થયું છે, ત્યારે સેલિબ્રિટીને પણ પાછા રાખી દેતો કમો ગોંડલ આવી પોંહચ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં લોકો કમા સાથે સેલ્ફી અને ફોટા પડાવવા માટેઆવી પહોંચ્યા હતા. કમો ગોંડલમાં મારવાડી મિલના રાજા ગણેશ ઉત્સવના મહોત્સવમાં શ્રીજીના દર્શન કરવા આવી પહોંચ્યો હતો. ગ્રુપ દ્વારા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ત્યારે કમાએ ગોંડલના પ્રખ્યાત ગાંઠીયા અને ખમણનો ટેસ્ટ પણ માણ્યો હતો. ગોંડલ ખાતે ગાંઠિયા, ચિપ્સ, થેપલા, દહીંની મોજ માણી હતી. ત્યારબાદ કમો કમઢિયા પાસે આવેલ મામદેવના મંદિરે દર્શન કર્યા હતા.

કોઠારિયાનો કમો અત્યારે મોટા સેલિબ્રિટીથી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે. હાલમાં જ ભાવનગરમાં ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા કીર્તિદાન ગઢવીનું સન્માન કરાયું હતું. આ દરમિયાન કીર્તિદાન દ્વારા કમાને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિતના રાજનીતિના દિગ્ગજો ઉપસ્થિતિ હતા. ત્યારે કમાએ મુખ્યમંત્રી સાથે હાથ મિલાવ્યો હતો અને પોતાની કાલીઘેલી ભાષામાં સૌ લોકો સાથે સંવાદ સાધ્યો હતો. નોંધનીય છે કે કમાભાઈને જ્યાં બોલાવે ત્યાં જે રકમ આપે એ કોઠારીયા ગામની ગૌ શાળામાં આપી દે છે.